Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

SKSE સીકયુરીટીનાં વેંચાણમાં કોણે કોને અંધારામાં રાખ્યા? ઉઠતા સવાલોઃ બોર્ડનાં નિર્ણયો ચર્ચાનાં ચગડોળે

રાજકોટ :  SKSE  સીકયુરીટીનાં વેંચાણમાં સૌથી ઉંચી બોલી બોલી ને રૂ. ૧૩.પ૯ કરોડમાં હસ્તગત કરવાનો પ્રયાસ કરનાર અજય નટવરલાલ સીકયુરીટી સાથે સ્ટેકનાં મામલે ગુંચ સર્જાતા જબરા સવાલો ઉઠયા હોવાનું જાણવા મળે છે. અજય નટવરલાલ સીકયુરીટીએ ૧૦૦ ટકા સ્ટેક મળશે એ આશાએ સૌથી ઉંચી બોલી લગાવી હતી પરંતુ તેને માત્ર ૯૭.પ ટકા જ હિસ્સો મળવાનો હોવાથી તે દૂર ખસી જતાં જબરો વિવાદ સર્જાયો છે. ર.પ ટકા હિસ્સો બ્રોકરો પાસે છેઃ સૌથી ઉંચી બોલી બોલનાર સાથે  નો સોદો કેન્સલ થતાં બ્રોકરોમાં અને કસ્ટમરોમાં ભારે ચર્ચા જાગી છે અને બોર્ડના નિર્ણયો સામે સવાલ ઉઠયા છે. એવી અંદરોઅંદર ચર્ચા છે કે બોર્ડે સ્ટેક મામલે બીડ કરનારાઓને અંધારામાં રાખી સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતીઃ એવી ચર્ચા છે કે, બીડ કરનારાઓમાં અનેક બાબતો છૂપાવવામાં આવી જેમાં ૯૭.પ ટકા સ્ટેકનો મામલો પણ હતોઃ બોર્ડના નિર્ણયો વારંવાર વિવાદાસ્પદ બન્યા છેઃ અગાઉ ૭ કરોડમાં સીકયુરીટી વેચવા  નિર્ણય લેવાયો હતો બાદમાં એજીએમમાં તે રદ થતાં હવે બીડ મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એવી પણ ચર્ચા છે કે આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર બીઝનેસને મહત્વ આપવામાં આવ્યું નથી પણ માત્ર વેલ્યુએશનને જ મહત્વ આપવામાં આવ્યું છેઃ ૩૦,૦૦૦ જેટલા કલાયન્ટોનાં હીતોનો સવાલ છેઃ બ્રોકરોમાં એવી પણ માંગણી છે કે સ્ટોક એક્ષચેન્જ પાસે રૂ. ૮ થી ૧૦ કરોડની ડીપોઝીટ પડી છે તેનું વ્યાજ ખાવાને બદલે તે રકમ ૩૪૭ બ્રોકરોમાં તે વ્હેંચી દેવા મામલે બોર્ડ કેમ નિર્ણય લેતું નથીઃ ૧૦૭ જેટલા ઓફીસ ધારકોને વ્યાજબી ન્યાય મળે તેનો પ્રશ્ન કેમ ઉકેલાતો નથીઃ બોર્ડ માત્ર વાતોના વડા અને લોલીપોપ આપવાની નીતિ છોડી નક્કર કામગીરી - નિર્ણયાત્મક કામગીરી કરે અને અંગત હીતોને બદલે સામૂહિક હીતોને પ્રાધાન્ય આપે એ જરૂરી હોવાનું બ્રોકરોનું કહેવું છે.

(4:45 pm IST)