Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

નવો કાયદો બધાને બેનીફીશ્યલ ન જ હોયઃ ધર્મેન્દ્ર ગણાત્રા

કેન્દ્રના કંપની એકટમાં સુધારા અંગે ચેમ્બર દ્વારા માર્ગદર્શક વાર્તાલાપ

રાજકોટઃ કેન્દ્ર સરકારે કંપની એકટમાં કરેલ સુધારા અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માર્ગદર્શક સેમીનાર યોજાયો હતો. ધર્મેન્દ્ર ગણાત્રા માર્ગદર્શન આપતા જણાવેલ કે લિમીટેડ, પ્રાઇવેટ લિમીટેડ કંપની એકટ ૨૦૧૩માં અમલમાં આવતા કંપની એકટ સુધારા થોડા સરળ છે પરંતુ નવો કાયદો આવે તે બધા માટે બેનીફીશ્યલ હોય તેવી શકયતા નથી. કંપની એકટમાં કંપની રજીસ્ટ્રેશન, વેબ આઇ.ડી. અને દરેક સ્ટેશનરી, બીલ્સ, ઇનવોઇસ, લેટર હેડ, વાઉચર વિષે ખુબ જરૂરી છણાવટ કરેલ તેમજ નવી કંપનીના બીઝનેશ ફોર્મેશનમાં ઘણા પ્રુફ આપવાના હતા તે હળવા કરેલ છે તેની વિગત આપેલ. ઉપરાંત શેર એલોટમેન્ટ, ડીપોઝીટ એસેપ્શન, બીઝનેશ લોન મર્યાદા વગેરે જોગવાઇઓનો ખ્યાલ આપ્યો હતો. ઉપસ્થિત કંપનીના પ્રતિનિધિઓ તરફથી પુછાયેલ પ્રશ્નોના વિગતવાર ઉત્તરો ધર્મેન્દ્ર ગણાત્રાએ આપેલ. પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ સ્વાગત કરેલ. પ્રમુખ શિવલાલભાઇ બારસીયાએ વકતાનું પુષ્પગુચ્છ અર્પી અભિવાદન કરેલ.

(4:42 pm IST)