Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

એગ્રોસ્ટાર દ્વારા કપાસ બમ્પર ધમાકા ર૦૧૭ અંતર્ગત લકી ડ્રો

એગ્રોસ્ટાર દ્વારા કપાસ બમ્પર ધમાકા ર૦૧૭ અંતર્ગત બાઇક, સ્માર્ટ ફોન, એલ. ઇ. ડી. ટીવી, સોલાર લાઇટ, બેટરી પંપ, ટ્રેકટર, ટીલર સહિત કુલ ૩૦૦ થી વધુ ઇનામો રાખવામાં આવ્યા હતાં. જેમાંથી ટ્રેકટર અને ટીલર આ બે બમ્પર ઇનામો ખેડૂતોની હાજરીમાં કરવામાં આવ્યા. ટ્રેકટર વિતરણ સમારોહમાં કોમ્પ્યુટર દ્વારા રપ ખેડૂતોની યાદી તૈયાર કરી લકી ડ્રો કરવામાં આવ્યો. વાંકાનેર તાલુકાના રાજકોટ જીલ્લાના નૂર મોહમ્મદ વાકાલીયા દોઇઝ ફોર ટ્રેકટરના વિજેતા બનતા તેઓને મુખ્ય અતિથીઓ સી. એમ. પટેલ, ડો. ઢોલરીયા, અંકુશ પાટીલ અને હસમુખભાઇ દવેના હાથે ઇનામ અર્પણ કરવામાં આવ્યું. લીમડીના પરાગભાઇ ચાવડા પાવર ટીલરના વિજેતા બન્યા હતાં. ઉપરાંત  ખેડૂતો માટે ખાસ કપાસની આધુનિક ખેર્તીી વિશે ચર્ચાસત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડો. ઢોલરીયાએ ખેડૂતને મુંઝવતા પ્રશ્નના ઉતર આપ્યા હતાં. ડો. તુષાર ભટ્ટે પણ કૃષિલક્ષી માર્ગદર્શન આપેલ. (પ-ર૦)

(2:43 pm IST)