Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

માધાપર ચોકડી દ્વારકા હાઇટસ વિસ્તારમાં ગંદકી-મચ્છરનો ત્રાસઃ તંત્ર જાગે

રાજકોટ તા. ર૦ :.. શહેરનાં જામનગર હાઇવે પર માધાપર સર્કલ પાસે દ્વારકા હાઇટસ પાસે ખુલ્લી ગટર ત્થા કચરાનાં ગંજ ખડકાયેલા હોઇ. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ઉપરાંત આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ નથી. આ વિસ્તારનાં ૯૬ ફલેટ ધારકો નિયમીત રીતે ગ્રામ પંચાયતનો વેરો ભરતાં હોવા છતાં સફાઇ-ગટર સહિતની સુવિધાનો અભાવ છે. આ બાબતે રૂડા-જીલ્લા કલેકટર - ગ્રામ પંચાયતમાં રજૂઆતો છતાં અહીં સફાઇની વ્યવસ્થા નથી થઇ ત્થા ખુલ્લી ગટરમાં ઢાંકણા નથી નંખાતાં આથી આ બાબતે મુખ્યમંત્રીને આ પ્રશ્ને ઉકેલવા નયનભાઇ દવે સહિતનાં રહેવાસીઓએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. (પ-૧૮)

(2:42 pm IST)