Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાજકોટ એસટી ડીવીઝનની બસોમાં ચિક્કાર ટ્રાફીકઃ દાહોદ- ગોધરા- વડોદરા- અમરેલી માટે એકસ્ટ્રા બસો

૧લી તારીખથી ર૦ બસો વધુ મૂકાશે : વર્ષમાં કુલ રપ૦ નવી બસો આવશે મંગળવારે એપ્રેન્ટીસોની ભરતી માટે બીજો રાઉન્ડ : લેખીત પરીક્ષા

રાજકોટ, તા. ર૦ : રાજકોટ એસટી ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે, હાલ વેકેશનને કારણે દરેક રૂટની બસોમાં ચિક્કાર ટ્રાફીક હોય એકસ્ટ્રા બસો દોડાવાનું શરૂ કર્યું છે. હાલ પાંચ બસો એકસ્ટ્રા મૂકાઇ છે અને ૧લી મેથી તો વધુ ૧પ થી ર૦ બસો દાહોદ-ગોધરા-વડોદરા, જામનગર, અમરેલી-કાલાવડ તરફ દોડાવાશે. તેમણે ઉમર્યું હતું કે રાજકોટ ડીવીઝનને રપ૦ નવી બસ ફાળવાઇ છે, એમાંથી એક લાલ નવી ગુર્જર નગરી બસ આવી ગઇ છે.શ્રી જેઠવાએ એપ્રેન્ટીસોની ભરતીનો બીજો તબક્કો શરૂ થયો છે, મંગળવારે લેખીત પરીક્ષા લેવાશે, કુલ ૧ હજાર જેટલા ઉમેદવારીપત્રો આવ્યા છે.

(11:52 am IST)