Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

વ્હેમ, અંધશ્રધ્ધા, કુરિવાજો, વ્યસનને જાકારો આપો : વિજ્ઞાન જાથા

રાજકોટ : ચમત્કારિકપ્રિય માનસિકતાના કારણે માનવી અદ્યોગતિમાં ધકેલાય છે અને વ્હેમ, અંધશ્રધ્ધા, કુરિવાજો, વ્યસનને જાકારો આપવા ભારત જનવિજ્ઞાન જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જૂનાગઢ જીલ્લાના કેશોદમાં આયોજીત ચમત્કારોથી ચેતો કાર્યક્રમમાં જણાવ્યું હતુ.ઉદઘાટન સમાજ સુધારક જ્ઞાતિના આગેવાન બાબુભાઇ ભીમાભાઇ રાવલીયાએ કરી મેઘવાળ પંચ સેવા સંઘની પ્રવૃતિઓની ઝાંખી કરાવી હતી. સંઘના વિપુલભાઇ પરમાર, માધવજીભાઇ રાવલીયા, જયદિપ પરમાર, અભિષેક રાવલીયા, રોહન રાવલીયા, વૈભવ રાવલીયા, હાર્દિક રાવલીયા, મંદિપ પરમાર, ચિરાગ પરમાર, હિતેષ ચુડાસમા, અજય રાવલીયા, તુષાર પરમાર, હિમાંશુ પરમાર, વિપુલ રાજાભાઇ, અક્ષય રાવલીયા, સિધ્ધાર્થ સારખડા, ગૌતમ રાવલીયા, નરેશ રાવલીયા, ચેતન પરમાર, હિતેશ મુંજાભાઇ, બાબુભાઇ પરમાર, જગદીશ ચુડાસમા, જયેન પરમાર, રોહિત રાવલીયા, આકાશ મકવાણા, બિપીન પરમાર, સાગર દાફડા, રાહુલ ચાંડપા, સમીર રાવલીયા, મગનભાઇ રાવલીયા, આગેવાન પુંજાભાઇ, આઝાદ કલબના નટુભાઇ તથા દિનુભાઇ કાનાબાર, નગરપાલિકા કર્મચારીઓએ હાજરી આપી હતી. ચમત્કારથી ચેતો કાર્યક્રમ જયંતભાઇ પંડયા સાથે વિજ્ઞાન જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, વિનુભાઇ ઉપાધ્યાય, રમેશ પરમાર, પરસોતમભાઇ સોલંકી, ભાનુબેન ગોહિલ સહિત સ્થાનિક કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ હાથમાંથી કંકુ - ભસ્મ, લોહી નિકળવું, રૂપિયાનો વરસાદ, તેલમાંથી હાથેથી પુરી તળવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું, મનગમતી મીઠાઇ ખવડાવવી, કર્ણપિશાચ વિદ્યાનું બખડજંતર, અગ્નિનું આપોઆપ સળગવું, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા, સવારીની ડિંડકલીલા વગેરે પ્રયોગો રજૂ કરી શીખડાવી દેવામાં આવ્યા હતા.

(11:28 am IST)