Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

હીરાસર એરપોર્ટનું ૧પ ટકા કામ થયુ, બાકીનું ઓગષ્ટ ર૦રર સુધીમાં થશે

એરપોર્ટ ઓથોરીટી સાથે સવા બે વર્ષ પહેલા કરાર થયેલ : વિધાનસભામાં માહિતી રજુ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૦ :  રાજકોટ ખાતે એરપોર્ટ (હીરાસર) બનાવવા બાબતે કરવામાં આવેલ એમ.ઓ.યુ. અંગે કોંગ્રેસના હિંમતસિંહ પટેલ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી એ જણાવ્યું કે રાજકોટ ખાતે એરપોર્ટ બનાવવા બાબતે ગુજરાત સરકાર દ્વારા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સાથે તા. ૭-૧-૧૯ના રોજ એમ.ઓ.યુ.કરવામાં આવેલ છે.

તા. ૩૧-૧ર-ર૦ ના સ્થિતિએ ૧પ% કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામગીરી ઓગસ્ટ-ર૦રર સુધી પૂર્ણ કરવામાં આવશે તેવી વાત કરી હતી. હાલમાંૈ કામગીરી ચાલુ છે. રાજકોટ-ચોટીલા વચ્ચે હીરાસર પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ નિર્માણાધીન છે.

(2:48 pm IST)