Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના સામે રક્ષણ : સહકાર ગ્રુપનું પ્રેરક કાર્ય : વિવિધ વિસ્તારોમાં માસ્કનું વિતરણ

રાજકોટ : પ્રવર્તમાન સંજોગામાં  વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓ જણાયેલ છે અને કોરોનાના પોઝીટીવ કેસો  નોંધાયેલ છે ત્યારે આ મહામારી સામે લડવા અને પૂરતી સતર્કતા અને સાવચેતી દાખવવાના ભાગરૂપે શહેરના સહકાર ગ્રુપ ના પ્રમુખ ધર્મેન્દ્રસિહ રાણા (પિન્ટુભાઈ)ની આગેવાનીમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે. મેયર અશ્વીન મોલીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, કોર્પોરેટર આશીષ વાગડીયા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, નિલેશ ખુંટની ઉપસ્થિતિમાં સહકાર ગ્રુપ દ્વારા શહેરના મવડી ચોકડી(રાધે ચોકડી) , કે.કે.વી. ચોક, પુનીતનગર, જંગલેશ્વર વિસ્તારમાં ઘરે–ઘરે ફરીને વિનામૂલ્યે ૧૦ હજારથી પણ વધુ માસ્કનું વિતરણ કરાયેલ. આજે પ્રશાસન તંત્ર ઘ્વારા જયારે કોરોના ની આ મહામારી સામે લડવા પૂરતી સજાગતા દાખવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે આ મહામારીનો સામનો કરવા પ્રત્યેક નાગરીક પ્રશાસન ને પૂરતો સહયોગ આપીને એક જાગૃત નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવે એ સમયની માંગ છે. કુદરતી આફત એ કમાવવાની કોઈ તક નથી પરંતુ માનવસેવા યજ્ઞનો અમુલ્ય લ્હાવો છે ત્યારે સહકાર ગ્રુપના આ કાર્ય બદલ  ઉપસ્થિત અગ્રણીઓએ સરાહના કરી હતી. આ તકે સહકાર ગ્રપુના પ્રમુખ પીન્ટુભાઈ ઝાલા (ધર્મેન્દ્રસિહ), દશરથસિહ જાડેજા, મહેન્દ્રસિહ વાઘેલા, દિલીપસિહ જાડેજા, હેમેન્દ્રસિહ જાડેજા, દિપકસિહ, લકકીરાજસિહ જાડેજા, ગુલાબસિહ ગોહીલ, સુખદેવસિહ ઝાલા, વનરાજસિહ ચુડાસમા, યુવરાજસિહ ઝાલા, અશોકભાઈ ડોબરીયા, અશોકભાઈ પરસાણા, વી.સી. જાડેજા, પદુભાઈ રાયજાદા, શિવરાજસિહ જાડેજા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તસ્વીરમાં વોર્ડ નં. ૧૨માં રાહદારીઓને વિનામૂલ્યે માસ્ક વિતરણ થતું નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:49 pm IST)