Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

'માવતરેથી પૈસા લઇ આવ' કહી જુમાનાબેન કપાસીને સાવરકુંડલામાં પતિ-સાસરીયાનો ત્રાસ

સાવરકુંડલામાં રહેતો પતિ મુર્તુઝાઃ સાસુ ઝુબેદાબેન, જેઠ ખોજેમા, જેઠાણી યાકુતા, દીયર આબીદ અને અમીર સામે ગુનો

રાજકોટ, તા., ૨૦: શહેરના એરપોર્ટ રોડ પર ફાટક પાસે પત્રકાર સોસાયટીમાં માવતર ધરાવતી મુસ્લીમ મહિલાને સાવરકુંડલામાં પતિ, સાસુ, જેઠ અને દિયર માવતરેથી પૈસા લઇ આવવા બાબતે મેણા ટોણા મારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પત્રકાર સોસાયટીમાં રહેતા જુમાનાબેન મુર્તુઝા કપાસી (ઉ.વ.૩પ) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં સાવરકંુડલામાં રહેતા  પતિ મુર્તુઝા ફકરૂદીનભાઇ કપાસી, સાસુ જુબેદાબેન કપાસી, જેઠ ખોજેમા કપાસી, જેઠાણી યાકુતા ખોજેમા કપાસી, જેઠાણી યાકુતા ખોજેમા કપાસી, દીયર આબીદ કપાસી, અમીર કપાસી (રહે. સાવરકંુડલા બસ સ્ટેન્ડ પાછળ સંધી ચોક પાસે) ના નામ આપ્યા છે. જુમાના બેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ૧૬ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્ન બાદ પોતે પતિ સાસરીયાઓ સાથે સંયુકત પરીવારમાં રહેતા હતા. ચારેક માસ પતિ, સાસુ સહીતે સારી રીતે રાખેલ બાદ સાસુ, જેઠ-જેઠાણી અને બંન્ને દીયર નાની નાની વાતમાં મેણા ટોણા મારતા હતા અને 'હમણા પૈસાની ઘરમાં જરૂર છે જેથી તારા પીયરેથી પૈસા લઇ આવ' તેમ કહી પૈસા લઇ આવવા દબાણ કરી માવતરે મોકલી આપતા પોતાના ઘરસંસાર ચલાવવો હોઇ તેથી જેમ તેમ કરી પોતે સાસરે આવી જતા હતા. થોડા દિવસ બાદ ફરી સાસરીયાઓ માવતરેથી પૈસા લઇ આવવાનું કહેતા પોતે ના પાડતા તો તેઓ પોતાની સાથે ઝઘડો કરી માર મારતા હતા. 'તું મારે જોઇતી નથી' ઘરમાં પગ મુકયો છે તો જીવતી બહાર નીકળતા દઇશુ નહી તેમ પતિ અવાર નવાર ધમકી આપી ઝઘડો કરતો હતો અને ધમકી આપી પોતાને બે બાળકો સાથે પહેરેલ કપડે કાઢી મુકતા ત્રણેય રાજકોટ માવતરે આવ્યા બાદ મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એન.બી.ડાંગરે તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)