Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઢેબર રોડ ચાની હોટલ પાસે બેભાન થઇ જતા ધનવાડાના ગૌ સેવક રૂખડભાઇનું મોત

રાજકોટ,તા.૨૦ : શહેરના ઢેબર રોડ પર બીડ પોઇન્ટ ચાની હોટલ પાસે એકા એક બેભાન ધનવાડાના ભરવાડ ગૌ સેવકનું મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર બીગ પોઇન્ટ ચાની સામે બીઆરટીએસના બસ સ્ટેન્ડમાં એક અજાણ્યા વૃધ્ધ ઉમર આશરે ૬૦, બીમારી સતાવતા  બેભાન હાલતમાં પડ્યા હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમ સ્થળે પર પહોંચી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના એ એસ આઇ નરેન્દ્રભાઇ ભદ્રેસાએ તપાસ કરતા આ વૃધ્ધ બાવળાના ધનવાડાના રૂખડભાઇ વસ્તાભાઇ ગોલતર (ઉ.વ.૬૦) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક રૂડભાઇ ગૌસેવક હતા તે અપરણિત હતા. અને ગામેગામ ફરીને ગૌશાળામાં સેવા આપતા હતા. તે ત્રણભાઇમાં વચેટ હતા. તે ગઇકાલે રાજકોટ ઢેબર રોડ પર ચાની હોટલ પાસે બીઆરટી એસના બસ સ્ટેશનમાં બેઠા હતા ત્યારે બીમારી સતાવતા બેભાન થઇ ગયા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું.

(4:17 pm IST)