Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

હેડકોન્સ્ટેબલના દિકરી આયેશા ગેટની પરિક્ષામાં પ્રથમ ક્રમે ઉતિર્ણ

ચેન્નઇની કોલેજમાંથી એક માત્ર કવોલિફાઇડ થયાઃ આયેશાને અવકાશયાત્રી બનવાની ઇચ્છા

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ઇકબાલભાઇ મોરવાડીયાના સુપુત્રી ચિ. આયેશા હાલ ચેન્નઇની અન્ના યુનિવર્સિટીની કેસીજી કોલેજમાં અરોનોટીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ પુર્ણ કરી ભારત દેશની નામાંકિત આઇઆઇટી કોલેજમાં માસ્ટર ડીગ્રી (એમ ટેક)ના પ્રવેશ માટે ૨૦૨૦માં લેવાયેલી (જીએટીઇ) ગેટની પરિક્ષામાં પ્રથમ પ્રયત્ને કવોલીફાઇડ થઇ આઇઆઇટીમાં પ્રવેશ માટે ગુજરાતભરમાંથી પ્રથમ સ્થાન મેળવ્યું છે.

કોલેજમાંથી એક માત્ર આયેશા કવોલીફાઇડ થતાં એચઓડી સહિતની ટીમે શુભેચ્છાઓ આપી હતી. બે વર્ષ પહેલા ચીનમાં યોજાયેલી વર્લ્ડ રોબોર્ટ કોન્ફરન્સમાં પણ આયેશાએ ભાગ લીધો હતો. આ કોલેજની ટીમે રોબોર્ટ ડ્રોન બનાવી રજૂ કર્યો હતો. ૨૦૧૬-૧૭માં ચેન્નઇની કોલેજમાં પ્રવેશ માટે જે તે વખતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોૈતે પણ ખાસ માર્ગદર્શન આપ્યું હતું. આયેશા અવકાશ યાત્રી બનવાની ઇચ્છા ધરાવે છે. પોલીસ પરિવાર અને મોરવાડીયા પરિવારનું તેણે ગોૈરવ વધાર્યુ છે. તેના પિતા હેડકોન્સ. ઇકબાલભાઇ (મો. ૯૮૨૪૫ ૯૮૮૭૫) ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:04 pm IST)