Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જુનાગઢ સિવીલના આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીને રાતોરાત રાજકોટ રીફર

કોરોના વાયરસને અટકાવવા તંત્રના તનતોડ પ્રયાસો

જુનાગઢ તા. ર૦: જુનાગઢ સીવીલના આઇસોલેશન વોર્ડમાં દાખલ આધેડ દર્દીને રાતોરાત રાજકોટ રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

હાલ વિશ્વભરમાં કોરોના વાયરસનો ફફડાટ ફેલાયો છે. ૧૭પ થી વધુ દેશો કોરોનાની ઝપટમાં આવી ગયા છે ભારતમાં ચારના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાએ પગ પેસારો કરી લીધો છે. ત્યારે બુધવારે મુંબઇથી આવેલ એક આધેડની તપાસ કરતા તેને સારવાર જુનાગઢ સિવીલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ.

પ્રાથમીક તબકકે આધેડને તાવ, શરદી અને ઉધરસ જેવી બિમારી જણાય ન હતી પરંતુ ગમે તે થયં ગત રાત્રે આધેડને વિશેષ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરી દેવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આમ આ આધેડની શારીરીક સ્થિતી શંકાસ્પદ હોવાની આશંકાએ ફફડાટ વ્યાપી ગયો છે.

બીજી તરફ કોરોના વાયરસને અટકાવવા માટે જુનાગઢ હેર અને જિલ્લામાં તંત્રએ તનતોડ પ્રયાસો હાથ ધરી દીધા છે. જુનાગઢમાં ડો. ચિખલીયાની ત્રિમૂર્તિ હોસ્પીટલ અને ડો. અઘેરાની  કલ્પ હોસ્પિટલમાં પણ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવેલ છે.

જુનાગઢના જનજાગૃતિ માટે મનપા તંત્ર દ્વારા વિવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં લોકોને સાવચેત સાવધાન રહેવા માટે વાહનમાં પ્રચાર પ્રસાર સાથે માર્ગદર્શન આપવાનું શરૂ કરાયું છે.

તંત્રના અથાગ પ્રયાસો વચ્ચે પણ લોકો સાવચેતી રાખે તે આવશ્યક છે.

(1:03 pm IST)