Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સિવિલ એન્જિનીયરે સાથી કર્મચારી યુવતિનું બે વર્ષ શોષણ કર્યુઃ બળાત્કાર-સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ને છેલ્લે ખુનની ધમકી

ઓફિસમાં એકલા હતાં ત્યારે મોબાઇલ ફોનમાં નગ્ન વિડીયો કલીપ બતાવી એ મુજબનું કૃત્ય કરવા કહ્યું : નાના મવા સર્કલ પાસે આરકે પ્રાઇમની ઓફિસમાં બનાવઃ લગ્નની લાલચ આપી યુવતિ સાથે વારંવાર બળજબરી કરીઃ છેલ્લે બીજી યુવતિ સાથે સગાઇ કરી લીધીઃ ભોગ બનનારે પુછતાં કહ્યું-તારા જેવી છોકરી સાથે સગાઇ કે લગ્ન ન થાય!...મહિલા પોલીસે ચિંતન સંચાણીયા સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૦: નાના મવા સર્કલ પાસે આરકે પ્રાઇમમાં સિવિલ એન્જિનીયર તરીકે નોકરી કરતાં યુવાને પોતાની સાથે જ નોકરી કરતી યુવતિને પ્રેમજાળમાં ફસાવી  લગ્નની લાલચ આપી મોબાઇલ ફોનમાં નગ્ન વિડીયો કલીપ બતાવી તેમાં જે રીતે હતું એ રીતે સંભોગ કરવા કહી બળાત્કાર ગુજારી તેમજ મુખમૈથુન કરાવી અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી છેલ્લે બીજી યુવતિ સાથે સગાઇ કરી લઇ ભોગ બનનારને તારા જેવી છોકરી સાથે સગાઇ કે લગ્ન ન કરાય તેમ કહી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.  બે વર્ષ સુધી એન્જિનીયરે આ રીતે શોષણ કર્યાની વિગતો સામે આવી છે.

પોલીસે ભોગ બનનાર બત્રીસ વર્ષની મહિલાની ફરિયાદ પરથી પુષ્કરધામ આલાપગ્રીન સીટી પાસે  રાધિકા પાર્કમાં રહેતાં ચિંતન વૃજલાલ સંચાણીયા નામના એન્જિનીયર સામે આઇપીસી ૩૭૬ (૨) (એન), ૩૭૭, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ  બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આતરી તેમજ મુુખમૈથુન કરાવી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.

ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે હુ પરિવાર સાથે રહુ છું અને નાના મવા સર્કલ પાસે આવેલ આરકે પ્રાઇમમાં માર્કેટીંગ એકઝીકયુટિવ તરીકે નોકરી કરુ છું. ત્રણ વર્ષ પહેલા હું જ્યાં નોકરી કરું છું એ ઓફિસમાં ચિંતન વૃજલાલ સંચાણીયા સિવિલ એન્જિનીયર તરીકે નોકરી કરતો હોઇ તેની સાથે મિત્રતા બંધાઇ હતી. ૨૦૧૭ના વર્ષમાં મારી બદલી આરકે પ્રાઇમમાં થઇ હતી. ત્યારથી હું ચિંતન સાથે જ નોકરી કરતી હતી. મને તેણે કહેલુ કે હું તારી સાથે લગ્ન કરવા ઇચ્છુ છું. આ રીતે અમારી સાથે લગ્નની વાતચીત થયા બાદ અમારી વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો હતો. એકવાર હું અને ચિંતન ઓફિસમાં એકલા હતાં ત્યારે ચિંતને ઓૈપચારિક વાત કરી હતી અને એ પછી મને તેના મોબાઇલ ફોનમાંથી બિભત્સ વિડીયો કલીપ બતાવી હતી. તેમજ વિડીયો કલીપ મુજબનું કૃત્ય તે મારી સાથે કવા માંગતો હોઇ મેં જે તે સમયે પ્રતિકાર કર્યો હતો અને હું ઓફિસમાંથી બહાર નીકળી ગઇ હતી.

ત્યારબાદ બદનામી થવાની બીકથી મેં કોઇને વાત કરી નહોતી. ત્યારબાદ ચિંતન સાથે અવાર-નવાર ફોનમાં વાતચીત થતી હતી. અમારી વચ્ચે પ્રેમ પણ હતો. ચિંતને આ સંબંધનો લાભ લઇ ૨૦૧૭ના જુન માસમાં અમો ઓફિસમાં એકલા હતાં ત્યારે આપણે લગ્ન કરવાના જ છીએ તો પતિ-પત્નિના સંબંધો રાખવી શકીએ તેમ કહેતાં હું તેના વિશ્વાસમાં આવી ગઇ હતી. એ પછી અમે શરીર સંબંધ બાંધ્યા હતાં. ચિંતને ત્યારે પણ બિભત્સ વિડીયો કલીપ તાવી હતી અને વિડીયોમાં જે રીતે સેકસ કરતાં હતાં એ મુજબ મારી સાથે કરી મુખમૈથુનકરાવ્યું હતું અને ગુદ્દાના ભાગે પણ સેકસ કરવા પ્રયત્ન કરતાં મેં ના પાડતાં બળજબરી કરીને ધરાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય  કરતાં મને ખુબ જ દર્દ થવા માંડ્યું હતું.

એ પછી પણ ચિંતને મને કહેલું કે હું તારી સાથે લગ્ન કરવાનો જ છુંપ, આથી શરીર સંબંધ રહેવાના જ છે. તેમ કહ્યું હતું. જેથી મેં કોઇને જાણ કરી નહતોી. આ રીતે પ્રેમસંબંધ રાખી અવાર-નવાર તે શરીર સંબંધ બાંધી લેતો હતો. ઘણીવખત તે ગુદ્દા માર્ગે સંભોગ કરી મુખમૈથુન પણ કરાવતો હતો. અમારી વચ્ચે ડિસેમ્બર-૨૦૧૯ સુધી સંબંધો હતાં. એ દરમિયાન તેણે અનેક વખત શરીર સંબંધો બાંધ્યા હતાં. ત્યારબાદ અમે ભેગા થતા નહિ પણ ફોનમાં વાતચીત ચાલુ હતી. પછી મને સોશિયલ મિડીયાથી જાણ થઇ કે ચિંતને બીજી છોકરી સાથે સગાઇ કરી લીધી છે. આથી મેં તેને કહેલ કે મારી સાથે લગ્નનું નક્કી કરી શારીરિક સંબંધો રાખી હવે બીજી સાથે કેમ સગાઇ કરી લીધી? તો તેણે મને કહેલ કે તારા જેવી છોકરી સાથે સગાઇ કે લગ્ન ન કરાય...તેમ કહી તેણે ગાળો દીધી હતી. તેમજ હવે પછી ફોન કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આમ તેણે પ્રેમસંબંધ રાખી લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી, મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી છેલ્લે બીજી છોકરી સાથે સગાઇ કરી લઇ મને ગાળો દઇ ધમકી આપતાં અંતે ફરિયાદ કરી હતી.

પીઆઇ એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયા સહિતની ટીમે ગુનો દાખલ કરી આરોપીને પકડવા તપાસ આગળ વધારી છે.

(11:44 am IST)