Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

બુથ સશકિતકરણ અંતર્ગત કમલમ ખાતે કાલે તમામ વોર્ડની કાર્યશાળાઃ અભયસિંહ ચૌહાણનું માર્ગદર્શન

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે પક્ષ સંગઠન અને  કાર્યકર્તાના આધારે કામ કરતી પાર્ટી છે. પાર્ટીનું સૌથી નાનામાં નાનુ એકમ  બુથ છે. એક મજબૂત બુથ ચૂંટણીઓમાં  જીત અને સમાજને જોડવાના પક્ષના કાર્યક્રમોની સફળતાનો આધાર બની શકે છે. બુથ એકમને મજબૂત કરવા પક્ષના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાજીની સૂચના મુજબ પાર્ટી દ્વારા દેશભરમાં બુથ સશકિતકરણ અભિયાન'નું આયોજન થયેલ છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ તમામ મહાનગરમાં બુથ સશકિતરણ' કાર્યક્રમ યોજાનાર છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ ભાજપ અગ્રણી અભયસિંહ ચૌહાણની ઉપસ્‍થિતિમાં શહેરના તમામ વોર્ડની કાર્યશાળાનું આયોજન શહેર ભાજપ કમલમ' કાર્યાલય ખાતે આવતીકાલે તા.૨૧ના મંગળવારે રાખેલ છે. જેમાં સવારે ૯:૧૫ કલાકે વિધાનસભા-૬૮ના વોર્ડ નં.૪,,,૧૫,૧૬ સવારે ૧૦:૧૫ કલાકે વિધાનસભા-૬૯ના વોર્ડ-૧,,,,,૧૦, સવારે ૧૧:૧૫  કલાકે વિધાનસભા-૭૦ના વોર્ડ નં.૭, ૧૩,૧૪,૧૭ બપોરે ૧૨:૧૫ કલાકે વિધાનસભા-૭૧ના વોર્ડ-૧૧,૧૨, ૧૮ની કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળામાં પ્રદેશ ભાજપ અગ્રણી અભયસિંહ ચૌહાણ બુથ સશકિતકરણ અભિયાન મજબુત સંકલન અંતર્ગત વિસ્‍તૃત માર્ગદર્શન આપશે. મહાનગર કક્ષાની કાર્યશાળા પૂર્ણ થયા બાદ તા.૨૫ શનિવારે વોર્ડ કક્ષાની કાર્યશાળા યોજાશે. તેમ યાદીમાં જણાવાયેલ છે.

(5:06 pm IST)