Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ડે.મેયરના કાર્યકાળમાં શહેરને સુવિધાસભર બનાવવા કરાયેલ કાર્યો

 

(૧)   હેરીટેઝ એવા રૈયાનાકા બેડીનાકા ટાવરની વર્ષોથી બંધ પડેલ ઘડિયાળો પુનઃ ચાલુ કરાવેલ

(૨) વિદ્યાર્થીઓ માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના વર્ગો શરુ કરવા સફળ રજૂઆત

(૩) કુપોષિત બાળકને દત્તક લીધેલ તથા કુપોષિત બાળકોને કિટ વિતરણ કાર્યક્રમો કરાવેલ

(૪)સુકન્‍યા સમળદ્ધિ યોજના હેઠળ ૫૧ દીકરીઓને ખાતા ખોલાવી પ્રોત્‍સાહિત કરેલ

(૫)કોરોના મહામારી દરમ્‍યાન વોર્ડ નં.૨ માં બજરંગ વાડી સર્કલ પાસે અને ચાણકય સ્‍કુલમાં વેક્‍સીનેસન સેન્‍ટર લોકો માટે શરુ કરાવેલ.

(૬) રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસની વહીવટી પ્રક્રિયા પેપરલેસ કરવા મ્‍યુની. કમિશનરને  સફળ રજૂઆત

(૭) રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને સરકારની માં કાર્ડ યોજનામાં સમાવવા મ્‍યુની.  કમિશનરને સફળ રજૂઆત

(૮) રૈયા રોડ ઉપર આવેલ અન્‍ડર બ્રિજમાં આવેલ વોક-વેના જુદા જુદા પ્ર‘ સંદર્ભ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઇ સફળ કાર્યવાહી હાથ ધરાવેલ

(૯)કોરોના મહામારી દરમ્‍યાન નિયમો અનુસાર મળવા પાત્ર કોવીડ સહાય સંદર્ભ ઝડપથી કાર્યવાહી હાથ ધરવા કલેકટરને રજૂઆત

(૧૦) શહેરમાં આગના બનાવ બને ત્‍યારે પી.જી.વી.સી.એલ.ની લાઈન ઝડપથી બંધ થાય અને ફાયર બ્રિગેડ દ્વારા આગળની કાર્યવહી થઇ શકે જે માટે એક ચોક્કસ ટેલીફોન નંબર ફાળવવા  પી.જી.વી.સી. એલ.ના એમ.ડી.ને સફળ રજૂઆત

(૧૧) શહેરમાંથી પસાર થતી રેલ્‍વે લાઈનની આજુ બાજુ ગાય અથવા કોઈ વ્‍યક્‍તિને આકસ્‍મિક અકસ્‍માત ટ્રેન પસાર થતી વખતે ન થાય તે ધ્‍યાને લઇ રેલ્‍વે ડીવીઝનલ   મેનેજરને રેલવેની  જગ્‍યામાં દીવાલ કરવા સફળ રજૂઆત કરેલ

(૧ર) રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તક હુડકો આરોગ્‍ય કેન્‍દ્રમાં ઓ.પી.ડી. ની વ્‍યવસ્‍થા ઉપરના ભાગે  હતી જેથી સીનીયર સીટીજનો તથા દિવ્‍યાંગોની હાલાકી ધ્‍યાને લઇ ઓ.પી.ડી. નીચે શીફ્‌ટ  કરાવેલ. 

(૧૩)દીવ્‍યાંગોને રાજકોટ મહાનગરપાલિકાનો વેરો ઓનલાઈન ભરી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવેલ

(૧૪) શહેરમાં પશુ દવાખાનું શરુ કરવા રજૂઆત

(૧પ) રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તક રહેલ સ્‍મશાન ગ્રહોમાં ઈલેકટ્રીકને બદલે ગેસ આધારિત ભટ્‍ઠી મુકવા રજૂઆત

(૧૬) ગાયોમાં લમ્‍પી વાઇરસ સંદર્ભ રજૂઆત

(૧૭) નેત્રદાન જાગળતિ અભિયાનમાં શહેરીજનોને જોડવા સતત પ્રયત્‍નશીલ તેમજ કુટુંબીજનો સાથે નેત્રદાન પ્રોત્‍સાહન આપવા ફોર્મ ભરેલ

(૧૮) કોર્પોરેશનમાં રહેલ મહિલા કર્મચારીના પ્રશ્નો ધ્‍યાને લઇ સેન્‍ટ્રલ ઝોન ખાતે ઘોડિયા ઘર બનાવવા પ્રોત્‍સાહન આપેલ

(૧૯) શહેરની ટ્રાફિક સમસ્‍યા લાગત ટ્રાફિક સર્કલ તથા જરૂરી જુદા જુદા માર્ગો વનવે કરવા પોલીસ કમિશનર ની સુચનો આપેલ

(ર૦) શહેરમાં રહેલ હેરીટેજ સ્‍થળોને વધુ ડેવલપ કરી જન જાગળતિ માટે હેરીટેજ વોક શરુ કરવા  સુચન કરેલ.

 

(3:48 pm IST)