Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સાયન્‍સ સેન્‍ટર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન, નાટિકા અને ટેલિસ્‍કોપથી આકાશદર્શન

૨૮મીએ વિજ્ઞાન દિન ઉજવાશેઃ શાળા-કોલેજોને આમંત્રણ

રાજકોટ,તા.૨૦: લોકો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર સરણી, જાગરૂકતા અને સંશોધનાત્‍મક અભિગમ કેળવવા માટે  રીજીઓનલ સાયન્‍સ સેન્‍ટર સતત કાર્યશીલ છે. તારીખ ૨૮મી ફેબ્રુઆરીનાં રોજ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'ની ઉજવણી નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, ‘IDEA એક્‍સિબિશન'અંતર્ગત રાજકોટનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ મેળવનાર સર્વશ્રેષ્ઠ કૃતિઓના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટ સહીત આસપાસના તમામ જિલ્લાની શાળા, કોલેજો, ઈજનેરી-ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા અને રાજકોટના સ્‍થાનિક ઇન્નોવેટર્સને આ પ્રદર્શનનો ભાગ બનવા વિશેષ આમંત્રણ આપવામાં આવે છે.

સાયન્‍સ સેન્‍ટર - રાજકોટ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખાસ IDEA એક્‍ઝીબીશન'નું આયોજન કરવામાં આવેલ છે. આ એક્‍ઝીબીશનની થીમ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ નીતિ આયોગ'ના ભાગરૂપ પ્રોજેક્‍ટ એવાં ગ્‍લોબલ મિશનઃ LiFE (લાઈફ સ્‍ટાઈલ ફોર એન્‍વાયરમેન્‍ટ) તથા યુનાઇટેડ નેશન્‍સ દ્વારા આપવામાં આવેલ ૧૭ સસ્‍ટેનેબલ ડેવલોપમેન્‍ટ ગોલ્‍સ (ટકાઉ વિકાસના લક્ષ્યાંકો)ને અનુરૂપ પ્રોજેક્‍ટસનો સમાવેશ કરવામાં આવશે.

આ પ્રોજેક્‍ટ્‍સ સ્‍કુલો, કોલેજો - આઈ.ટી.આઈ. તથા લોકલ ઇન્નોવેટર્સ એમ ત્રણ કેટેગરીના રહેશે અને ઉપર્યુક્‍ત થીમને લગતા હશે તેઓની જ પસંદગી કરવામાં આવશે. આ અનુસંધાને રાજકોટનાં સ્‍કુલ, કોલેજો- આઈ.ટી.આઈ. તથા લોકલ ઇન્નોવેટર્સને ખાસ નિમંત્રણ આપવામાં આવે છે. પ્રોજેક્‍ટ પ્રદર્શનની સંખ્‍યા નિયત હોવાથી સિલેકટેડ પ્રોજેક્‍ટ્‍સને વહેલા તે પહેલાનાં ધોરણે સ્‍થાન આપવામાં આવશે.  

IDEA એક્‍સિબિશન'માં ભાગ લેવા માટે લોકલ ઇન્નોવેટર્સ તથા વિદ્યાર્થીઓને લિન્‍ક http://bit.ly/3xQPjX7 પર અથવા QR કોડનો ઉપયોગ કરીને રજીસ્‍ટ્રેશન કરવાનું રેહશે. આ બાબતના અનુસંધાને વધુ વિગત મેળવવા માટે ફોન નંબર : ૦૨૮૧ - ૨૯૯૨૦૨૫ ઉપર ફોન કરવાનો રેહશે.

૨૮મી ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવતાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'નિમિતે IDEA એક્‍સિબિશન'ઉપરાંત વિવિધ હેન્‍ડ્‍સ ઓન એક્‍સપિરીઅન્‍સ બેસ્‍ડ વર્કશોપ્‍સ, નિષ્‍ણાંતો સાથે વૈજ્ઞાનિક વાર્તાલાપ, સર સી. વી. રામનના જીવનચરિત્ર પર આધારિત વિજ્ઞાનનાટિકા તથા આધુનિક ટેલિસ્‍કોપ દ્વારા આકાશદર્શનનું પણ જાહેર જનતા માટે આયોજન કરવામાં આવ્‍યુ છે. લોકોને આ ઉજવણીમાં ભાગ લેવા માટે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરે અનુરોધ કર્યો છે.

વિજ્ઞાન દિનની ઉજવણી શા માટે ?

રાજકોટ : દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમનના સન્‍માન અને સ્‍મૃતિમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. ભૌતિકશાષાી સી.વી.રમન દ્વારા મહાન શોધ રમન ઇફેક્‍ટ'ની પુષ્‍ટિ ૨ ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે જ કરવામાં આવી હતી. પાછળથી, વર્ષ ૧૯૩૦માં વૈજ્ઞાનિક સી.વી.રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. વર્ષ ૧૯૨૧માં ભૂમધ્‍ય સમુદ્રના વાદળી રંગ પાછળનું કારણ જાણવાની તેમની ઉત્‍સુકતા વધી. વાદળી રંગનું કારણ સમજવા માટે તેમણે પારદર્શક સપાટી,બરફના બ્‍લોક અને પ્રકાશ સાથે વિવિધ પ્રયોગ કર્યા. ત્‍યારબાદ તેમણે બરફના ટુકડામાંથી પ્રસાર પસાર થયા બાદ તરંગલંબાઇમાં ફેરફાર જોયો. આને જ રમન ઇફેક્‍ટ કહેવાય છે. આ શોધે ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટો ફાળો આપ્‍યો.

(3:36 pm IST)