Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

એન.એફ.આઈ.આર.ની રાષ્‍ટ્રીયસ્‍તરની વર્કીંગ કમીટીની મીટીંગમાં ભાગ લેવા હિરેન મહેતા દિલ્‍હી રવાના

પેન્‍શન સ્‍કીમ, શ્રમ કાયદા, એરીયર્સ સહિતની માંગો અંગે ચર્ચા

રાજકોટઃ વર્કિંગ જનરલ સેક્રેટરી વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ તથા રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાજી તથા મહિલા વિંગના ઝોનલ કન્‍વિનીયર શ્રીમતી અવનીબેન ઓઝા રાજકોટથી એન.એફ.આઈ.આર. ની રાષ્‍ટ્રીય સ્‍તરની ર્વકિંગ કમિટીની મિટિંગ માટે દિલ્‍હી જવા રવાના થયા છે.

આ એન એફ.આઈ. આર.ની રાષ્‍ટ્રીય સ્‍તરની વર્કિંગ કમિટીની બેઠકમાં નેશનલ પેન્‍શન સ્‍કીમ બંધ કરી ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ લાગુ કરવા, કામના કલાકો શ્રમકાયદા અનુસાર આઠ કલાક કરવા, કોવિડ સમયમાં બંધ કરેલ ઈજાફા અને તેનુ એરિયર્સની માંગ, સખત સ્‍ટાફ શોર્ટેજ, કર્મચારીઓની સેફ્‌ટી અને  કાર્ય સ્‍થળ ની સ્‍થિતિ, કવાર્ટરની જર્જરિત હાલત, વિવિધ કેડર ની ફિક્‍સેશન, એમ.એ. સી. પી., પ્રમોશનની સમસ્‍યાઓ, ટ્રાન્‍સફરની સમસ્‍યાઓ, સીજીએચએસ રેટ વધારવા, વિવિધ કેડરની ફિકસેશન એનોમલી સહિતની લાંબા સમયથી વણ ઉકેલાયેલી કે પેન્‍ડીગ રહેલી રેલ કર્મચારીઓની વિવિધ સમસ્‍યાઓ અને માંગો પર જનરલ સેક્રેટરી એન એફ આઈ આર ડો. એમ રાઘવૈયાજીના નેતૃત્‍વમાં દિલ્‍હીમાં ચર્ચા કરવામાં આવશે.

કર્મચારીઓની અનેક સમસ્‍યાઓના હલ માટે સંગઠનની કામગીરી માટે ની યોજનાઓ લાગુ કરવાના નિર્ણય લેવામાં આવશે. આ દિલ્‍હીમાં આયોજિત મિટીંગમાં વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી શ્રી આર જી કાબરજી, પ્રેસિડેન્‍ટ શ્રી શરિફખાન પઠાણ, ર્વકિંગ જનરલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાજી, વાઈસ પ્રેસિડેન્‍ટ શ્રી અજયસિંગજી, મહિલા વિંગના કન્‍વિનીયર શ્રીમતી અવનીબેન ઓઝા  તથા ભારતીય રેલવેના નેશનલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયન રેલવે મેન્‍સના વિભિન્‍ન ઝોનના એનએફઆઈઆર ના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ  ભાગ લેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:27 pm IST)