Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

અમારા સાથી કોર્પોરેટર બન્‍યા કેબીનેટ મંત્રી : ભાનુબેનનું મનપા કચેરીમાં પદાધિકારીઓ દ્વારા સ્‍વાગત

રાજકોટ : મહાનગરપાલિકાની ગઇકાલે જનરલ બોર્ડની મિટીંગ બોલાવવામાં આવેલ. આ બેઠકમાં ભાગ લેવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા મહાનગરપાલિકા કચેરીમાં આવેલ. ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી બન્‍યા બાદ પ્રથમ વખત જ મહાનગરપાલિકામાં આવતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ અને કોર્પોરેટરો વગેરેએ મંત્રી ભાનુબેનને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સ્‍વાગત કરેલ.(

(2:49 pm IST)