Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૧૧૬ બોર્ડ - બેનરો ઉતારાયા : ૭૫ રેંકડી - કેબીનના દબાણો હટાવાયા

મનપાની દબાણ શાખાનો સપાટો : ૯૦ કિલો શાકભાજી, ફળ જપ્ત : રૂા. ૧.૫૬ લાખનો મંડપ ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ૧૮ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ ૭૪ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ ૯૦ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું ૧૧૬ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રસ્તા પર નડતર રૂપ ૧૪ રેકડી તે કોઠારીયા મેઈન રોડ,રોયલ પાર્ક,ઙ્ગરૈયા રોડ,ઙ્ગનંદનવન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી,ઙ્ગજુદીજુદીઙ્ગ અન્ય ૬૦ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જે કોઠારીયા મેઈન રોડ, છોટુનગર, ગોકુલધામ મેઈન રોડ પરથીઙ્ગજપ્ત કરવામાં આવી હતી.

જ્યારે ૯૦ઙ્ગકી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તે પારેવડી ચોક,ઙ્ગજંકશન રોડઙ્ગપરથીઙ્ગજપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૩૦ હજારવહીવટી તે કોઠારીયા મેઈન રોડ, એરપોર્ટ રોડ,એસ્ટ્રોન ચોકઙ્ગપાસેથીઙ્ગવસુલ કરવામાં આવ્યો હતો, તેમજ રૂ.૧.૫૬ લાખ મંડપ ચાર્જ તે સંતકબીર રોડ,કેનાલ રોડ, અયોધ્યા ચોક, મવડી મેઈન રોડ,ઙ્ગચંદ્રેશનગર મેઈન રોડ, ૧૫૦ ફુટ રિંગ રોડ, શિતલ પાર્ક પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો,ઙ્ગઙ્ગઅને ૧૧૬ બોર્ડ-બેનર તે કોઠારીયા રોડ, કુવાડવા મેઈન રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

(4:51 pm IST)