Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રજપુતપરામાં ત્રણ દુકાનનો બાકી વેરો વસુલવા હરરાજીઃ કોઇ નહિ આવતા તંત્રએ ખરીદીઃ વોર્ડ ઓફીસ બનાવાશે

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા સીલ, ભરતીની નોટીસ, હરરાજી, નળ કનેકશન સહીતની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો અન્વયે સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા વોર્ડ નં.૭ માં રજપુત પરા વિસ્તારમાં આવેલ આકાર કોમ્પલેક્ષની ત્રણ દુકાનનો બાકી મિલ્કતવેરો વસુલવા હરરાજી કરવામાં આવી હતી. પરંતુ આ હરરાજીમાં કોઇ નહી આવતા મ્યુ.કોર્પોરેશનના એસ્ટેટ શાખાએ રૂ. ૧ ના ટોકનથી ખરીદવામાં આવી હતી. આ સ્થળે વોર્ડ ઓફીસ બનાવવામાં આવશે. તેમજ આજે રીલાયન્સ મોબાઇલ ટાવરના રૂ. પ૦ લાખ સહીતની આવક થવા પામી હતી તેમ આસી. કમિશ્નર હરીશ કગથરાએ જણાવ્યું હતું.

(4:08 pm IST)