Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દાવત બેવરેજીસનું દોઢ કરોડનું ડિસ્કલોઝર

ગોંડલ નજીક કોલ્ડ્રીકસ બનાવતી કંપની ઉપર આવકવેરાના સર્વેમાં

રાજકોટઃ તા.૨૦, આવકવેરા વિભાગ દ્વારા ટેકસ વસુલાતમાં હવે ગતિ પકડી છે. આવકવેેરા વિભાગે હવે મોટા ઉદ્યોગો ઉપર સર્વેની કામગીરી હાથ ધરી છે.રાજકોટમાં રાજેશ ચીકી બાદ ગોંડલ તાલુકામાં આવેલ દાવત બેવરેજીસ પ્રા.લી. ઉપર રાજકોટ આવકવેરા રેન્જ -૨ના એડીશન કમિશ્નર શ્રી કાલરાના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરાયો હતો.

ઠંડા પીણાના ઉત્પાદક ક્ષેત્ર જાણીતી દાવત બેવરેજીસ ઉપર આવકવેરાની કામગીરી ૧૮ કલાક ચાલી હતી. સર્વેમાં દોઢ કરોડનું ડિસ્કલોઝર જાહેર થયાનું જાણવા મળે છે.  

(4:06 pm IST)