Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સગીર બાળક ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ર૦ :  રાજકોટ શહેરના ઓમનગર વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાના સગીર વયના પુત્રને બદકામ કરવા અંગેની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૭૭, પ૦૬(ર), ૩ર૩, પ૦૪ તથા જી.પી. એકટની કલમ ૧૩પ અને પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી શૈલેષ બાવનજીભાઇ ગોહેલની પોલીસ દ્વારા તા. ૧૬-૦૧-ર૦ર૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને સેશન્સ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

કામના આરોપી શૈલેષ બાવનજીભાઇ ગોહેલ નામના વ્યકિતની ધરપકડ કરતા રાજકોટ સેશન્સ જજ ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે સેશન્સ કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામ. સેશન્સ કોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, એ.આર. ભંડેરી તથા એમ.એન. સિંધવ રોકાયેલા હતા.

(3:32 pm IST)