Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

આર્ટ ઓફ લીવીંગ દ્વારા કાલથી સ્પેશ્યલ યસ કોર્ષ

સૌરાષ્ટ્ર યુનિ. અને એ.વી.પી.ટી.આઈ.ના સહયોગથી પાંચ દિવસીય આયોજન : યુવાનોમાં આંતરીક પ્રતિભાઓ ખીલે તે અંતર્ગત આ પ્રોજેકટ : દિપકભાઈ પંજાબી ' અનેકવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશે : શ્રી શ્રી રવિશંકર પણ ઓનલાઈન સંવાદ કરશે

રાજકોટ, તા. ૨૦ : યુવાઓ શારીરિક, માનસિક, સામાજીક રીતે સક્ષમ બને અને તેઓની આંતરીક શકિતઓ નિખરે તે અંતર્ગત આ પ્રોજેકટનું આયોજન થયુ છે. આ શબ્દો છે દિપકભાઈ પૂજારીના.

આર્ટ ઓફ લીવીંગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એ.વી.પી.ટી.આઈ.ના સહયોગથી સ્પેશ્યલ યશ પ્લસ કોર્ષનું આયોજન કરવામાં આવ્યુ છે. એચ.એન. શુકલ કોલેજના ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કોર્ષમાં વિદ્યાર્થીઓને સોફટ સ્કીલ, માઈન્ડ સ્કીલ, કોમ્યુનિકેશન સ્કીલથી માહિતગાર કરવામાં આવશે.

આ કોર્ષમાં આત્મીય, આર.ડી. ગાર્ડી, આર. કે. દર્શન, અર્પિત, લાભુભાઈ ત્રિવેદી, સનસાઈન, ગીતાંજલી, શુકલ કોલેજ સહિતના કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લીવીંગનો યુવાનો માટેનો ખાસ યશ+ કોર્ષ (યુવાન)નું પૂરા દેશભરમાં તા.૨૧ થી તા.૧૫ (બુધથી રવિ)ના રોજ આયોજન થયેલ છે. જેમાં દેશભરમાંથી ૧૫,૦૦૦ આયોજન થયેલ છે. એ.વી.પી.ટી. ઈન્સ્ટીટ્યુટ, હેમુ ગઢવી હોલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે સાંજે ૫:૩૦ થી રાત્રે ૯ સુધી આયોજન થયુ છે. યુવાનો સાથે શ્રી શ્રી રવિશંકર ઓનલાઈન સંવાદ પણ યોજેલ છે.

આ કોર્ષ થકી યુવાનોમાં રહેલ તનાવ ઉદાસીનતા ગુસ્સો, ચિંતા, ફરીયાદ, એકલાપણું જેવા નકારાત્મક ભાવને સુદર્શન ક્રિયા તથા જુદી જુદી પ્રોસેસ અને હળવા યોગના માધ્યમ દ્વારા દૂર કરી યુવાનોમાં નવો ઉત્સાહ, આનંદ, નિષ્ઠા, નેતૃત્વ, પ્રેમ, ખુશી, એકાગ્રતા તથા પોતાના ધ્યેય પ્રત્યે વચનબદ્ધતાના ગુણો ખીલવવાનો આ સુંદર મોકો પ્રાપ્ત થશે. આ કોર્ષ દેશની માતબર યુનિવર્સિટી જેવી કે એમ્સ, નીટ વગેરેમાં પણ થયેલ છેે.

આ કોર્ષનું સંચાલન સંસ્થાના શિક્ષક દિપકભાઈ પંજાબી (એલેન કેરીયર)ના ફેકલ્ટી આશ્કાબેન જાની તથા એબીસી કલાસના સંચાલક રાજીવભાઈ સોલંકી કરશે.

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે મો.૯૯૨૫૬ ૧૩૦૭૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સર્વેશ્રી દિપકભાઈ પંજાબી, રાજુભાઈ સોલંકી, ડો. એ. એસ. પંડ્યા (પ્રિન્સીપાલ એવીપીટી કોલેજ), કુશલ મહેતા અને કિશનભાઈ દવે નજરે પડે છે.

(5:02 pm IST)