Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

રાજકોટ જીલ્લાની ત્રણ નગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાતા વિજયોત્સવ

રાજકોટ :. જીલ્લાની પાંચમાંથી ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા શ્રી કમલમ રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતાની વિશેષ ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાએ તમામ ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપી સમગ્ર જીલ્લાની પાંચેય નગરપાલિકા વિસ્તારના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં જીલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઈ સાવલિયા, રાજકોટ તાલુકા પ્રમુખ વલ્લભભાઈ શેખલિયા, કોટડા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, કિશાન મોરચા પ્રમુખ વિજયભાઈ કોરાટ, જી.પં. સદસ્ય ભરતભાઈ શિંગાળા, ભરતભાઈ રબારી, સતીષભાઈ શિંગાળા, રવિભાઈ સખીયા, ધીરેનભાઈ સંખાવરા, નીતિનભાઈ સગપરીયા, કિરણભાઈ ધામેચા, જગદીશભાઈ વિરમગામા, હિરેનભાઈ જોશી, દીપકભાઈ ભટ્ટ સહિતના ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:00 pm IST)