Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વોર્ડ નં.૧૦માં ગુંજનપાર્ક વિમલનગર રોડ રી-કાર્પેટીંગના કામનું ખાતમુહુર્ત

રાજકોટ, તા.૨૦ :  વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરો તથા સંગઠનોની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યો અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુંજનપાર્ક વિમલનગર રોડના રી-કાર્પેટના કામનું ખાતમુહુર્ત વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ તથા ભાજપ અગ્રણી ઉમેશભાઈ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૧૦માં આવેલ તોરલપાર્કથી પ્રેમમંદિર તરફ જતા ગુંજનપાર્ક- વિમલનગર રોડના રી-કાર્પેટના ખાતમુહુર્ત પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ ભોરણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, સ્થાનીક અગ્રણી ભરતભાઈ અઘેરા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ જાની, પૃથ્વીસિંહ જાડેજા, સ્થાનીક રહેવાશીઓ તથા કોર્પોરેશનના ડેપ્યુટી એન્જીનીયર દોઢીયા, જતીન ગેડીયા, યુવરાજસિંહ જાડેજા સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેમ એક યાદીમાં જણાવાયું છે.

(5:00 pm IST)