Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી તારકોનું સન્માન

રાજકોટઃ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા હાથધરાતી સામાજીક, સેવાકીય અને શૈક્ષણીક પ્રવૃતિઓના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ સ્થાપના દિન નિમિતે બ્રાહ્મણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ બ્રહમસમાજનું નામ રોશન કરેલ હોય તેઓને પણ સન્માનીત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયુ હતુ. બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ કશ્યપભાઇ શુકલના અધ્યક્ષસ્થાને તેમજ ઉદઘાટક તરીકે જાણીતા શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ ખાસ ઉપસ્થિત રહેલ. અતિથિવિશેષ તરીકે મનીષભાઇ માદેકા (રોલેક્ષ બેરીગ), સુરેશભાઇ નંદવાણી (ભવાનીઇન્ડસ્ટ્રીઝ, જયમીન ઠાકર (કોર્પોરેટર), પ્રદીપ ત્રિવેદી (આર્કીટેકટ), યજ્ઞનેશ જોષી (પ્રીન્સીપાલ,કુંડલીયા કોલેજ), દર્શીત જાની (મુરલીધર શૈક્ષણીક સંકુલ) પુષ્કરભાઇ રાવલ (તપોવન સ્કુલ), સુદીપભાઇ મહેતા (શકિત હાયર સેકેન્ડરી સ્કુલ), પ્રફુલભાઇ જોષી (ચીભડીયા બ્રહ્મસમાજ), ભાવનોન જોષી (ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ), શીરીષભાઇ ભટ્ટ, (શ્રીગોળ માળવી બ્રહમસમાજ), ધીરૂભાઇ મહેતા (બ્રહ્મસંગમ), દાળેશ્વર ટ્રસ્ટના અધ્યક્ષ અનંતભાઇ ભટ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઇ પંડ્યા, પ્રભુભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતીક કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી. કાર્યક્રમના ધો.૧ થી ૧૨માં ૧,૨,૩ તેમજ સન્માન કરી સમસ્ત બ્રહ્મસમાજ માનવસેવા ટ્રસ્ટ તરફથી ધો.૧ થી ૧૨ તેમજ કોલેજના તમામ વિજેતા વિદ્યાર્થીઓને ૨૩૫ દફતર તેમજ ધોરણ અનુસાર લેપટોપ બેગ આપવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.અતુલભાઇ વ્યાસે, આભાર દર્શન કમલેશભાઇ ત્રિવેદીએ કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા કશ્યપભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ જર્નાદનભાઇ પંડ્યા, દીપક પંડ્યા, અનંતભાઇ ભટ્ટ, કમલેશભાઇ ત્રિવેદી, પ્રશાંતભાઇ જોષી, જયેશભાઇ જાની, પ્રદીપભાઇ રાજયગુરૂ, નલીનભાઇ જોષી, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, જયેશ ભટ્ટ, બીપીન મહેતા, યોગેન્દ્ર લેહરૂ, કમલેશ ત્રિવેદી મહીલા પાંખના કન્વીનરો નીલમબેન ભટ્ટ, મધુબેન ત્રિવેદી, માધવીબેન ઉપાધ્યાય, ભાવનાબેન જોષી, સુરભીબેન આચાર્ય, શોભનાબેન પંડ્યા સહીતના સાથે જહેમત ઉઠાવી હતી. તેમ મીડીયા ઇન્ચાર્જ જયંત ઠાકર એને હરેશભાઇ જોષીની યાદીમાં જણાવાયુ છે.

(4:59 pm IST)