Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બળજબરીથી પૈસા પડાવી નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતારવાના ગુનામાં જામીન મંજુર

રાજકોટ, તા., ૨૦: ભાવનગરનાં પ્રજાપતિ અશોકભાઇ બાબુભાઇ ભીમાણી પાસેથી બળજબરીથી પૈસા પડાવી લઇ નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતારી લઇ પૈસાની માંગણી કરવાના ગુન્હામાં વીછીયા પંથકનાં ચારેય આરોપીઓને જામીન પર મુકત કરવાનો એડી. સેસન્સ જજે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંક હકીકત એવી છે કે તા.ર૧-૧-૧૮ના રોજ ફરીયાદી અશોકભાઇ બાબુભાઇ ભીમાણી રહે. ભાવનગરવાળાએ વીંછીયા પોલીસ સ્ટેશનમાં તા.ર૭-૧-૧૮ના રોજ આરોપીઓ (૧) જનકભાઇ ગોવિંદભાઇ સાકળીયા (ર) વિપુલ વશરામભાઇ સોલંકી  (૩) જીતેશ ઉર્ફે હીતો કોળી (૪) હીતુમામા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદનાં કામે ઉપરોકત ચારેય આરોપીઓને વીછીયા પોલીસે અટક કરેલ હતા.

ઉપરોકત ચારેય આરોપીઓએ જામીન પર છુટવા માટે જસદણ કોર્ટમાં જામીન અરજી કરતા જસદણ કોર્ટે ફરીયાદીની ફરીયાદ અને ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઇઓને ધ્યાને લઇને ચારેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલ હતી. જે હુકમ સામે ચારેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલ હતી. જે હુકમ સામે ચારેય આરોપીઓએ જામીન પર છુટવા માટે રાજકોટના એડી. સેસન્સ જજની કોર્ટમા જામીન અરજી કરેલ હતી. જે અરજીમાં બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ ચારેય આરોપીઓને રૂપીયા દશ-દશ હજારના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત ચારેય આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ,કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, સુમીત વોરા, કમલેશ ઉધરેજા, અમૃત ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, રવિ ઠુમ્મર, ગૌરાંગ ગોકાણી તથા જસદણના એડવોકેટ શ્રી યાકુબભાઇ દલાલ રોકાયેલ હતા.

(4:57 pm IST)