Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

આજીડેમ ચોકડીએથી ક્રાઇમ બ્રાંચે ૧.૬૯ લાખનો દારૂ ભરેલુ 'છોટા હાથી' પકડી લીધું

કુલદીપસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા અને અમીન ભલુરની બાતમી પરથી બી.ટી. ગોહિલ તથા ટીમની કાર્યવાહીઃ ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ

રાજકોટ તા. ૨૦: ક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડી નજીકથી રૂ. ૧,૬૯,૨૦૦નો દારૂ ભરેલુ છોટા હાથી પકડી લીધુ છે. દારૂ અને વાહન મળી કુલ રૂ. ૩,૧૯,૨૦૦નો મુદ્દામાલ કબ્જે થયો છે. જો કે આરોપી હાથમાં આવ્યો નથી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૨ બલરામ મીણા, ઝોન-૧ કરણરાજ વાઘેલા અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, અમિનભાઇ ભલુર, જયદિપસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે જયદિપસિંહ, કુલદીપસિંહ અને અમીનભાઇને મળેલી બાતમી પરથી આજીડેમ ચોકડીએ બી.ટી. ગોહિલ અને ટીમે વોચ રાખતાં ઓવર બ્રીજ પરથી એક બોલેરો મેકસી ટ્રક (છોટાહાથી) નં. જીજે૩બીવી-૧૯૬૭ નીકળતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં ચાલકે વાહન ભગાવ્યું હતું અને થોડી આગળ જઇ વાહન રેઢુ મુકી ભાગી ગયો હતો.

વાહન કબ્જે કરી જોવાતાં ઠાઠામાં તાલપત્રી નીચેથી પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડની ૪૪૪ બોટલ તથા મેકડોવેલ નં. ૧ બ્રાન્ડની ૯૩ બોટલ મળી કુલ રૂ. ૧,૬૯,૨૦૦નો દારૂ મળતાં તે તથા ૧ાા લાખનું વાહન મળી કુલ રૂ. ૩,૧૯,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

(4:55 pm IST)