Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ઇન્ડસ્ટ્રી ૪.૦ એ ચોથી ઔદ્યોગીક ક્રાંતિ : ડો. ઘનશ્યામ આચાર્ય

કેએસપીસી દ્વારા ઉત્પાદકતા સપ્તાહ અંતર્ગત ગીતાંજલી કોલેજમાં વાર્તાલાપ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ઉત્પાદકતા સપ્તાહના સંદર્ભમાં ગીતાંજલી કોલેજ ખાતે 'ઇન્ડસ્ટ્રી ૪.૦ લીપફ્રોગ ઓપોરચ્યુનીટી ફોર ઇન્ડિયા' વિષય પર ગીતાંજલ કોલેજ ખાતે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. કોલેજ પ્રિન્સીપાલ શૈલેષભાઇ જાનીએ પ્રાસંગીક પ્રવચન કર્યા બાદ મુખ્ય વકતા ડો. ઘનશ્યામ આચાર્યએ જણાવેલ કે ઇન્ડસ્ટ્રી ૪.૦ જેને ચોથી ઔદ્યોગીક ક્રાંતિ કહેવામાં આવે છે તે શકિતશાળી બળ તરીકે વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યુ છે. જેમાં ટેકનોલોજીનું મિશ્રમ કરી ઉત્પાદનના વધતા જતા ડીઝીટલાઇઝેશન અને ઇન્ટરકનેકશન દ્વારા વર્ગીકૃત કરાયા છ. તેને લીધે હાલના ઔદ્યોગીક એકમો સ્માર્ટ ફેકટરીમાં પરીણમશે. કાર્યક્રમમાં કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયા, માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયા, કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો- ચેરમેન દિપકભાઇ સચદે, કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય ડો. જયોતિન્દ્ર જાની, અન્ય સભ્યો હિતેશ માણેક, મનસુખલાલ જાગાણી, કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:37 pm IST)