Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

રાજકોટના દેરાસરમાં એનઆરઆઈ દાતાને સાધુ ભગવંતો માટે મેડીકલ હેલ્પ આપવા મનાઈ કરાઈ

તંત્રી શ્રી,

અકિલા,

હું નિલેશભાઈ એલ. રવાણી, હું એનઆરઆઈ છું, દર વર્ષે ઈન્ડિયા આવું છું ત્યારે ભાવના ભાવીને આવુ છે કે જૈન સાધુ, સાધ્વીની મેડીસીન તથા અન્ય કાર્ય અહીં મારા દેશમાં કરી શકુ અને એમના દર્શન કરી, આર્શીવાદ લઈ પાછો યુ.એસ. જતો રહું છેલ્લા ૪ વર્ષથી મને અહીં ખૂબ જ ખરાબ અનુભવ થાય છે.

જૈન મણીયાર દેરાસર, ચૌધરી હાઈસ્કુલ ચોકની મેનેજમેન્ટ ટીમ તેઓ એમ સમજે છે કે જૈન સોસાયટીની માલિકી તેમની છે. જયારે પણ મેનેજમેન્ટ ઓફીસમાં જઈને કંઈપણ પૂછતા સંતોષજનક જવાબ આપતા નથી અને ડાયરેકટલી ઈગ્નોર કરવાની ટ્રાય કરે છે. જે સાધુ - સાધ્વીઓને ખરેખર મેડીકલ હેલ્પની જરૂરીયાત હોય છે તેમના માટે ૨૫ પાઉન્ડ મેડીસીન યુ.એસ.થી લઈ આવવા છતા તેમને આપી શકતો નથી. મેનેેજમેન્ટ ઓફીસમાંથી ચોખ્ખી ભાષામાં ના પડાવી દે છે અને કહી દે છે કે કોઈપણ સાધુ - સાધ્વીને તમારી મેડીસીનની જરૂર નથી. કોઈપણ પૂજાનો વિચાર આવ્યો હોય તો પણ તેમના અંદરોઅંદર મતભેદ ને કારણે અયોગ્ય વહેવાર કરે છે. તો અમારા જેવા એનઆરઆઈ જે રાજકોટના હોવા છતાં આટલો ભેદભાવ કેમ રાખે છે?

અમારા એક મહારાજસાહેબ જે મહાવીરપુરમમાં બિરાજે છે. તેમને ૫૦ ફોન કરવા છતાં તેમના દર્શન કરવાનો કે તેમને મળવાનો લાભ નથી આપતા તેમનો ટાઈમ અમુક વગદાર વર્ગ માટે જ સીમીત છે? તો શું અમારે જૈન ધર્મમાંથી શ્રદ્ધા પૂરી કરી દેવી? શું અમારે મહારાજ સાહેબના દર્શન કરવા માટે પોલીટીકલ લાગવગનો ઉપયોગ કરવો? આ વસ્તુ કેટલી હદ સુધી બગડેલી છે. તેનો ઘણા લોકોને અંદાજ નથી. મારી લાગણી ખૂબ જ દુભાય છે.

''અકિલા'' દ્વારા મહાવીરપુરમ સ્થિત પૂ. આચાર્યશ્રીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે દર પાંચમે દાદાનો થાળ ધરાવવાનો હોય છે જેથી મે નિલેશભાઈને ન મળી શકવા જણાવેલ.

નિલેશ. એલ. રવાણી

મો. ૯૯૭૮૭ ૯૩૫૪૦

(4:37 pm IST)