Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સર્વોદય સોસાયટીમાં થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૦ : સર્વોદય સોસાયટીમાં હરેશ ધનજી રાઠોડના ખુન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો  સેસન્સ અદાલતે ફરમાવેલ છે.

અત્રેના કેસની વિગત એવી છે કે ગુજરનાર હરેશ ઉર્ફે લાલજી ધનજી રાઠોડ તા. ર૩/૭/૧૪ ના રાત્રીના સાડા નવ વાગ્યે થોરાળા સર્વોદય સોસાયટી શેરી નં. ર ના ચોકમાં ઉભો હતો ત્યારે ગીરધર કાનજી સોલંકીએ આ હરેશ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી છરી કાઢી હરેશને છાતીના ભાગે છરી મારી ભાગી ગયેલ ત્યારે બનાવ નજરે જોનાર શૈલેષભાઇ ગોવિંદભાઇએ તથા સાહેદ રજનીભાઇ લક્ષ્મણભાઇએ ઇજા પામનાર હરેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરેલ  અને સારવાર દરમ્યાન હરેશભાઇનું મૃત્યુ થયેલ આ ખુન કેસ અત્રે રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલેલ ફરીયાદ પક્ષે કુલ ર૮ સાહેદો તપાસેલ અને ૩૩ દસ્તાવેજો રજુ કરેલ હતા.

આરોપીના એડવોકેટ અશોક બી.ઠકકરે એવી દલીલ કરેલ કે બનાવ નજરે જોનાર ફરીયાદીએ તપાસમાં વિરોધાભાસી પુરાવો આપેલ છે ફરીયાદી હોસ્ટાઇલ નથી બનાવ સ્થળ અને બનાવનો સમય અંગે જુદો જુદો પુરાવો આવે છે. બનાવમાં આરોપીને ગુજરનાર સાથે ઝંપાઝંપી થયેલ જેથી આરોપીને ઇજા થયેલ તેવો ડોકટરે પુરાવો આપેલ છે. પરંતુ આરોપી તરફથી જેલના ડોકટરને બચચવના સાહેદ તરીકે તપાસતા જેલમાં આરોપીને પોલીસે રજુ કરેલ ત્યારે જેલના ડોકટરની જુબાની મુજબ આરોપીને કોઇ ઇજા ન હતી. વગેરે દલીલ કરી સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરેલ એડી.સેશનસ જજશ્રી એચ.આર. રાવલે બંને પક્ષકારોના વકિલોની દલીલ સંભાળી તેમજ ચુકાદાઓ ધ્યાને લઇ ચુકાદામાં ફરીયાદ પક્ષના મહત્વના સાહેદો પુરાવામાં વિરોધાભાસી હકિકતોમાં જણાવેલ છે વગેરે તમામ પુરાવાઓ ધ્યાને લઇ આ ખુન કેસમાંથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આરોપી તરફે રાજકોટના એડવોકેટ અશોક વી.ઠક્કર, ક્રિષ્નાબેન એ. ઠકકર, બિનાબેન નિમાવત વકીલ રોકાયેલ હતા.

(4:35 pm IST)