Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કોર્પોરેશનનું બજેટ 'મુંગેરીલાલ કે હસીન સપને' જેવું : ગાયત્રીબા

૪૦૦ કરોડની લોન આવક કયાં ગાયબ થઇ ગઇ : બજેટ બોર્ડમાં મુદ્દાસર શાસકોની પોલ ખોલતા પૂર્વ વિપક્ષી નેતા

રાજકોટ, તા. ર૦ : મ્યુ. કોર્પોરેશનના આજે મળેલા જનરલ બોર્ડમાં પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ ચર્ચામાં ભાગ લેતા એવો આક્ષેપ કર્યો હતો કે, આ બજેટ પ્રજાને મુર્ખ બનાવનારૂ 'મુંગેરીલાલ કે હસીન સપને' જેવું છે.

ગાયત્રીબાએ દાખલા-દલીલ સાથે શાસકોની ત્રુટીઓ બતાવી હતી.

ગાયત્રીબાએ જણાવેલ કે ગત વર્ષના બજેટમાં ૪૦૦ કરોડની લોન આવક હતી તે રિવાઇઝડ બજેટમાં ગાયબ થઇ ગઇ હતી. એનો અર્થ એ છે કે આવકના આકડા ખોટા છે.

તેવી જ રીતે છેલ્લા ૩૦ વર્ષથી કોર્પોરેટર ઉપર ર.રપ૮ લાખનું દેવું બજેટમાં મૂકાય છે તો તે કેમ ભરાયુ નથી અથવા ભાજપના જે પદાધિકારીઓ અવાર-નવાર ગાંધીનગર ધક્કા ખાય છે. તે કેમ આ દેવુ માફ કરાવતા નથી ?

ગાયત્રીબાએ સ્માર્ટ સીટીમાં ર૪૦ કરોડના ઇન્ડોર સ્ટેડીયમની જોગવાઇ પ્રજાના પૈસાનું પાણી કરનારી હોવાનું જણાવ્યું હતું કેમ કે રેસકોર્ષમાં સ્પોર્ટસ સંકુલની સુવિધા છે જ આમ આ બજેટમાં અનેક જોગવાઇઓ માત્ર ભાજપની સસ્તી પ્રસિદ્ધ માટે જ મૂકવામાં આવી હોવાનું ગાયત્રીબા વાઘેલાએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું.

(4:44 pm IST)