Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જનરલ બોર્ડમાં મેયર સામે લોલીપોપ 'ઘા' થયા

 રાજકોટ : આજે કોર્પોરશનમાં યોજાયેલ જનરલ બોર્ડમાં મહીલા કોર્પોરેટરોએ મેયર ડો. જૈમન ઉપાધ્યાય સામે 'લોલીપોપ'ના  'ઘા' કર્યા હતાં. તે વખતની તસ્વીરમાં વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતના મહીલા કોર્પોરેટરો દર્શાય છે. વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૬માં ૬ મહીનાથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી છલકાઇ રહ્યા છે ખુલ્લી ગટરો છે. સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. કોંગી કોર્પોરેટરો રજૂઆત કરે છે ત્યારે બધુ થઇ જશે  તેમ કહી લોલીપોપ આપે છે તેથી તેનો પ્રતિકા કરતા વિરોધ દર્શાવવા આજે મહીલા કોર્પોરેટરોએ બોર્ડમાં મેયરને લોલીપોપ બતાવી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)