Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સોમનાથની દરજી યુવતિએ રાજકોટ બહેનના ઘેર એસિડ પીધું

રાજકોટ તા. ૨૦: સોમનાથ વેરાવળમાં આઝાદ સોસાયટીમાં રહેતી મિતલ રમેશભાઇ બોરખતરીયા (દરજી) (ઉ.૧૯) રાજકોટમાં શેઠનગર પાછળ સિધ્ધી સોસાયટીમાં બહેન-બનેવીના ઘરે આવી હોઇ અહિ એસિડ પી લેતાં સારવાર લેવી પડી હતી. તેના પિતા દરજી કામ કરે છે. મિતલને માનસિક બિમારી હોઇ તેની રાજકોટમાં દવા ચાલુ છે. ગઇકાલે જ તે ભાઇ સાથે દવા લેવા આવી હતી અને બિમારીને કારણે એસિડ પી લીધું હતું. (૧૪.૫)

(10:24 am IST)