Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જંગવડમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નિએ ઝેર પી લીધું

હરબટીયાળીમાં પરિણીતા ભુલથી ઝેર પી ગઇ

રાજકોટ તા. ૨૦: જસદણના જંગવડમાં હરેશભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના મુકામ મહિડાની પત્નિ કાળીબેન (ઉ.૩૦) સાંજે ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિ-પત્નિ વચ્ચે નજીવી વાતે ઝઘડો થતાં કાળીબેને આ પગલું ભર્યુ હતું. તેને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે.

બીજા બનાવમાં હરબટીયાળીમાં નરેન્દ્રભાઇ પટેલની વાડીમાં રહેતાં છોટા ઉદેપુરાના અમરશી રાઠવાની પત્નિ રેખા (ઉ.૨૩) સાંજે વાડીએ ઝેર પી જતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાઇ છે. તેણીએ પોતે ભુલથી ઝેર પી લીધાનું કહ્યું હતું.

(10:23 am IST)