Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મન મોર બની થનગાટ કરેઃ ઓસમાણ મીરે લોક ડાયરામાં સુરેલી હુંફ વહાવી

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતે લોકડાયરો યોજાયો

રાજકોટઃ રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વ ૨૦૨૦ની રાજયકક્ષાની ઉજવણી થઇ રહેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતે ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના માન. મંત્રી વિભાવરીબેન દવેનાં હસ્તે કરવામાં આવ્યું. જે તસ્વીરમાં દર્શાય છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, શૈલેષભાઈ ડાંગર, વિજયભાઈ ટોળીયા, કેતનભાઈ વાછાણી, ધીરૂભાઈ તરાવિયા, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૭ પૂર્વ પ્રમુખ જીતુભાઈ સેલારા, સ્વામિનારાયણ ચોક વેપારી એસોસિએશન પ્રમુખ બાલાભાઈ બોળીયા, વાલાભાઈ બોરીચા, નારણભાઈ બોળીયા, વજુભાઈ લુણશિયા, યોગેશભાઈ ભુવા, ભરતભાઈ બોરીચા, નરસિંહભાઈ પટોળીયા, અજીતસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, લખન સિધ્ધપુરા, વિમલ ડાંગર, જોષી અદા, દિવ્યેશ પીપડીયા, વિશાળ પરમાર, રમેશ ભાલાસરા, ભરતભાઈ પાંભર, મેહુલભાઈ રાઠોડ, ભાવસિંગભાઈ રાઠોડ, યોગેશભાઈ સોની, ઉદય ભટ્ટ, મુકેશભાઈ સોજીત્રા, અતુલભાઈ વણપરીયા, સંજયભાઈ વસોયા, દિલીપભાઈ વાગડિયા, મનોજ બોરીચા, રમેશ ટોળીયા, જયેશ બોરીચા, હિરેન ડોડીયા, સાગર ટેઈલર રમેશભાઈ, રતાભાઈ બોળીયા, મંગળાબેન સોઢા, લીલાબા ભંડેરી, દક્ષાબેન આહીર, સુરેશભાઈ રાઠોડ વિગેરે તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નીતિનભાઈ રામાણી દ્વારા કરવામાં આવેલ. તથા રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવેનું અભિવાદન પુષ્પગુચ્છથી સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, વોર્ડ નં.૧૩ કોર્પોરેટર નીતિનભાઈ રામાણી વોર્ડ અગ્રણી શૈલેષભાઈ ડાંગરકે કરેલ. મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત વોર્ડ પ્રમુખ વિજયભાઈ ટોળીયાએ કરેલ. કાર્યક્રમની આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયાએ કરેલ.

(4:08 pm IST)