Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ખિરસરા નવી GIDC કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સની ઉપસ્થિત

રાજકોટ તા. ર૦ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અથાગ પ્રયત્નો તથા છેલ્લા પાંચેક વર્ષની સતત રજુઆતોના ફળ સ્વરૂપે ઔદ્યોગીક એકમોનો વિકાસ થાય અને વધુ વેગ તે માટે રાજકોટ ખાતે નવી જીઆઇડીસીની માંગણી હતી. જેને ધ્યાનમાં લઇ રાજકોટના ખિરસરા ગામ ખાતે નવી જીઆઇડીસી ની રાજય સરકારશ્રી દ્વારા ફાળવણી કરવામાં આવેલ હતી. જેમાં પ્લોટીંગ કરતા પણ વધુ આ અરજીઓ આવવાથી સરકારશ્રી દ્વારા પ્લોટ ફાળવણી માટે ડ્રોનું આયોજન કરવાનું નકિક કરવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિઓ તથા તમામ એસોસીએશનોને સાથે રાખી આ ડ્રો કરવા માટે રાજકોટ ચેમ્બરે માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગણી મુકેલ જેને આવકારી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓની અને તમામ એસોસીએશનોની ઉપસ્થિતમાં તા.૧૮/૧/ર૦ર૦ ના રોજ ડ્રોનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રો ઇલેકટ્રોનીક માધ્યમ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવેલ અને માનનીય મૂખ્યમંત્રીશ્રીએ તટસ્થ નિર્ણય લઇ વહિવટી પાર દર્શકતા સાબિત કરેલ છે આ ડ્રો દરમ્યાન ૪૭૧ પ્લોટ ધારકોને પ્લોટની ફાળવણી કરવામાં આવેલ છે. આમ રાજકોટને લગભગ ૩૦ વર્ષ પછી નવી જીઆઇડીસી ની ફાળવણી થયેલ છે. અને ઉભરતા ઔદ્યોગીક એકમોને વધુ વેગ મળશે. આ તકે રાજકોટ ચેમ્બર વતી ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો અંતઃકરણથી આભાર વ્યકત કરે છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છ.ે

(4:01 pm IST)