Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમ ચુકવવાનો હુકમ

રાજકોટ તા ૨૦  :  ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અદાલતે ફરમાવી હતી.

આ કેસની વિગત એવી છે કે, આ કામનામ ફરીયાદી પરેશકુમાર હરીલાલ બાબીયા રહે. 'આકાશગંગા' શેરી નં. ૭/૧૫ કોર્નર, રણછોડનગર સોસાયટી, કુવાડવા રોડ, રાજકોટના એ તેમના મીત્ર અને વર્ષોથી ઓળખતા પંકજભાઇ લાખાભાઇ વઘાસીયા રહે. 'હરી ઓમ' નહેરૂ નગર શેરી નં.૯, નાના મોૈવા રોડ, રાજકોટનાને ઉછીના પેટે રુા ૪,૮૭,૫૦૦/ અંકે રૂપિયા ચાર લાખ સત્યાસી હજાર પાંચસો પુરા આપેલ હતા, જે રકમ પરત માંગતા પંકજભાઇ વઘાસીયાએ પોતાના ખાતાનો ચેક આપેલ હતો, જે ચેક ચીટર્ન થતા ફરીયાદીએ ચેકની રકમ વસુલ માટે આ કામના આરોપી પંકજભાઇ વઘાસીયા સામે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ચેક રીટર્નની ફરીયાદ કરેલી હતી.

આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી પંકજભાઇ લાખાભાઇ વઘાસીયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે.ઙ્ગ આમ કોર્ટે આ કામના આરોપી પંકજભાઇ લાખાભાઇ વઘાસીયાને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેક મુજબની રકમ એક મહીનામાં ફરીયાદીને ચુકવવી, અને જો એક મહીનામાં રકમ ન ચુકવે તો વધુ ૬ મહીનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.

(3:57 pm IST)