Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મહિલા કોલેજ માર્ગ પર પેવર કામ

 વોર્ડ નં. ૭ માં આવેલ કિસાનપરા ચોકથી મહિલા કોલેજ સુધીના રોડ પર (અંદાજે ૮૦૦ મીટર લંબાઇ) પેવર કામનો પ્રારંભ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ અને વોર્ડના સીનીયર કોર્પોરેટર કશ્યપ શુકલ તેમજ અજય પરમાર, મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, વોર્ડના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, મહામંત્રી અનિલ લીંબડ, નિખિલ મહેતા સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિરીટ ગોહેલ, રસિકભાઇ મોરધરા, કિરીટ કામલીયા, રાજુભાઇ મુંધવા, કિર્તીભાઇ રાવલ, જયશ્રીબેન રાવલ, નિકુંજ વૈદ્ય, પુનીતાબેન પારેખ, ભરતભાઇ તન્ના, નિતીનભાઇ ત્રિવેદી, ધવલ ભટ્ટ, મેઘનાબેન શુકલ સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)