Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

જોબ માર્કેટમાં કરંટઃજલ્દી નોકરી લેવા માંડો

કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો, નેવીમાં સ્પોર્ટસ ડીસીપ્લીનમાં, SBIમાં કલાર્ક તરીકે, રેલ્વે , યુનિવર્સિટીઝ, મેડીકલ તથા રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, ન્યુકલીયર પાવર કોર્પોરેશન, નાબાર્ડ વિગેરેમાં હજજારો જગ્યાઓ ઉપર ભરતી

રાજકોટ તા.૨૦: આજનું યુવાધન પોતાને મનગમતી નોકરી મેળવવા માટે બેતાબ બન્યુ છે. ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો , નેવી બેન્ક, રેલ્વે, યુનિવર્સિટી, બોર્ડ-નિગમ, પબ્લીક લિમિટેડ કંપનીઓ, વિગેરેમાં ઉજજવળ ભવિષ્ય કંડારતી નોકરીઓ ઉપલબ્ધ બની છે. 'હેન્ડસમ સેલેરી' તથા 'સલામત ભવિષ્ય' આપતી વિવિધ નોકરીઓ ઉપર એક નજર કરીએ તેો..

* ઈન્ડિયન નેવી દ્વારા અપરીણીત પુરૂષ ઉમેદવારો માટે સ્પોર્ટસ કવોટા (સ્પોર્ટસ ડીસીપ્લીન માટે)માં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એથ્લેટીકસ એકવાટીકસ, બાસ્કેટબોલ, બોકસીંગ, ક્રિકેટ, ફુટબોલ,  જીમ્નાસ્ટીકસ, હેન્ડબોલ , કબડ્ડી, વોલીબોલ, વેઇટ લીફટીંગ, રેસલીંગ, સ્કવોરા, ફેન્સીંગ, ગોલ્ફ, ટેનિસ, કાયાકિંગ એન્ડ કેનોઈંગ, રોવિંગ શૂટીંગ, સેઇલિંગ એન્ડ વિન્ડ સર્ફિંગ વિગેરેમાં ઈન્ટરનેશનલ, નેશનલ (જુનિયર અથવા સિનિયર), સ્ટેટ લેવલ  તથા  ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ચેમ્પીયનશીપમાં ભાગ લીધેલ હોય તેવા લોકો અરજીપાત્ર છે. નોર્થઈસ્ટમાં રહેતા ઉમેદવારો માટે અરજી  ક રવાની અંતિમ  તારીખ ૨૬-૧-૨૦૨૦ છે. તથા જમ્મુ - કાશ્મીર, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુના ઉમેદવારો માટે અરજી કરવાની અંતિમ તારીખ ૩૧-૧-૨૦૨૦ છે. ઉંમર ,લાયકાત, અરજીનો નમુનો, સાથે મોકલવાના પ્રમાણપત્રો સહિતની તમામ માહિતી વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

www.joinindiannavy.gov.in

અરજી મોકલવાનુ સરનામુઃ ઈન્ડિયન નેવી સ્પોર્ટસ  કંટ્રોલ બોર્ડ, ઈન્ટિગ્રેટેડ હેડ કવાર્ટસ ઓફ મિનિસ્ટ્રી ડિફેન્સ (નેવી), સાતમો માળ, ચાણકય ભવન , ચાણકય પુરી, નવી દિલ્હી - ૧૧૦૦૨૧. QR કોડ દ્વારા ઓનલાઇન એપ્લીકેશન કરી શકાય છે. તા. ૧૫-૧-૨૦૨૦નું અકિલા (પાના નં-૩) તથા તા ૧૮-૧-૨૦૨૦નું એમ્પલોયમેન્ટ ન્યુઝ જોઇ શકાય છે.

* રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા  તા૨૦-૧-૨૦૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે લીગલ ઓફિસર , મેનેજર વિગેરેની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

htttps://www.rbi.org.in

* ઈસ્કોન ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા ૨૧-૧-૨૦૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે વર્કસ એન્જીનીયર વિગેરેની કુલ ૧૦૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

htttps://www.ircon.org

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા  ૨૭-૧-૨૦૨૦ની છે્લ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ કંપની સેક્રેટરી વિગેરેની કુલ ૭૫ જગ્યાઓ માટે ભરતી ચાલ ેછ ે.

htttps://cotcorp.org.in

* ભારત હેવી ઈલેકટ્રીકલ્સ લિમિટેડ  (BHEL) ઝાંસી દ્વારા ૨૦-૧-૨૦૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનિશિયન, ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસની કુલ ૪૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://jhs.bhel.com/

* સિકયુરીટી પ્રિન્ટીંગ એન્ડ મિન્ટીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. (SPMCIL) દ્વારા ૮-૨-૨૦૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે  જુનિયર ટેકનિશીયન , ફાયરમેનની કુલ ૨૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. 

htttps://www.spmcil.com

* ધ ન્યુકિલીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) દ્વારા ૨૧-૧-૨૦૨૦ની છેલ્લી  અરજી તારીખ સાથે  સ્ટાઇપેન્ડરી  ટ્રેઇની વિગેરેની કુલ ૧૮૫ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://npcilcareers.co.in

હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા ૨૦-૧-૨૦૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસની  કુલ ૧૦૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.hindustancopper.com

*NBCC (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા ૨૮-૧-૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ ડાયરેકટર વિગેરેની ૧૪ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.nbccindia.com

*  જીપ મેર (જવાહરલાલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ) દ્વારા ૨૭-૧-૨૦૨૦ ની છે્લ્લી અરજી તારીખ સાથે નર્સિંગ  ઓફિસર વિગેરેની  કુલ ૧૬૨ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://jipmer.edu.in

* સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભી વિદ્યાનગર  (આણંદ )દ્વારા ૧૦-૨-૨૦૨૦ (સાંજે ૫.૩૦ વાગ્યા સુધી )ની  છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે વિવિધ વિષયોમાં પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર તથા આસીસ્ટન્ટ પ્રોફેસરની ભરતી ચાલી રહી છે. આ બધા સાયન્સ, મેથેમેટીકસ, સ્ટેટેટીકસ, હોમ સાયન્સ, CISST , ઈકોનોમીકસ, સોશ્યોલોજી, હિન્દી , ગુજરાતી, સંસ્કૃત, હિસ્ટ્રી, પોલિટીકસ સાયન્સ, સોશ્યલ વર્ક, લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ , બિઝનેસ સ્ટડીઝ, એજ્યુકેશન, કોમ્પ્યુટર એપ્લીકેશન , ફાર્માસ્યુટીકલ સાયન્સ, MBA વિગેરેનો સમાવેશ થાય છેે. લાયકાત , જગ્યાનો પ્રકાર, ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા  , પગાર ધોરણ સહિતની તમામ વિગતો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.

https://recruitment. spuportal.in

* ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર , ટકનોલોજી, રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ  દ્વારા  ૧૪-૨-૨૦ની છેલ્લી  અરજી તારીખ  એરો રોબોટીકસ, તથા સ્ટેટેસ્ટીકસ માટે ફેકલ્ટીઝની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.iitram.ac.in

*  ભારતની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૬-૧-૨૦૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે  ગ્રેજ્યુએટ  થયેલા ઉમેદવાર વિદ્યાર્થીઓ માટે  કલાર્ક ( કલેરીકલ કેડર - જુનિયર એસોસીએટ)ની કુલ ૮૦૦૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. શૈક્ષણીક લાયકાત , ઉમર મર્યાદા, ફીની વિગત પરીક્ષાની  સંભવિત તારીખ, ઓનલાઇન  અરજી કરવાની રીત,  અરજી ફોર્મ,  સહિતની તમામ વિગતો વેબસાઇટ ઉપર આપેલ છે.

www.sbi.co.in

* ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા  ૫-૨-૨૦૨૦ની છેલ્લી અરજી તારીખ સાથે  ઝુલોજી માં એસોસીએટ પ્રોફેસર તથા ઈંગ્લીશ , સોશ્યોલોજી  અને માઇક્રોબાયોલોજી  માટે આસીસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા ચાલે છે.  ઉપરાંત  નેનો ટીચીંગમાં સિસ્ટમ  એનાલિસ્ટ, સિનિયર તથા જુનિયર કલાર્કની ભરતી પ્રક્રિયા ચાલે છે. અરજી મોકલવાનુ સરનામુઃ ધ રજીસ્ટ્રાર , ભકતકવિ નરસિંહ મહેતા , યુનિવર્સિટી, ગવર્નમેન્ટ પોલિટેકનીક  કેમ્પસ, ભકતકવિ નરસિંહ મહેતા ,યુનિવર્સિટી રોડ, ખડીયા , જુનાગઢ - ૩૬૨૨૬૩

http://bknmu.edu.in

* ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટી દ્વારા  ૯-૨-૨૦૨૦(સાંજે ૫.૩૦ સુધી)ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ, કેમેસ્ટ્રી, સોશ્યોલોજી, સાયકોલોજી,  કોમર્સ એન્ડ મેનેજમેન્ટ , ઈકોનોમિકસ તથા એજ્યુકેશન સહિતના વિષયોમાં પ્રોફેસર, એસોસીએટ તથા આસીસટન્ટ પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જગ્યા  તથા જાહેરાત  સંદર્ભની તમામ વિગતો વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

www.kskvku.ac.in

અરજી મોકલવાનુ સરનામુઃ ધ રજીસ્ટ્રાર, K.S.K.V., કચ્છ યુનિવર્સિટી, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ, ગુજરાત પીન-૩૭૦૦૦૧.

* સેન્ટ્રલ રેલ્વે તથા સાઉથ ઇસ્ટર્ન રેલ્વે દ્વારા એપ્રેન્ટીસની સેંકડો જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ રહી છે. સંપૂર્ણ માહિતી માટે વેબસાઇટ જોવી હિતાવહ છે.

RECRUITMENT IN CENTRAL RAILWAY AND SOUTH EASTERN RAILWAY

* NABARD દ્વારા પણ આસીસ્ટન્ટ મેનેજર ગ્રેડ-એ ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

* વેસ્ટ બેંગાલ પબ્લિક સર્વિસ કમિશન (PSCWB) દ્વારા વર્કશોપ ઇન્સ્ટ્રકટરની આશરે ર૪૪ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

આટઆટલી ચિક્કાર ભરતીઓ ચાલી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ તથા પોતાના પરિવાર માટે કંઇક કરી છૂટવાની તમન્ના અને ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની અપડેટેડ સંપૂર્ણ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે)

(3:43 pm IST)