Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પીપળીયા પાસે નદીના પટ્ટમાં જુગાર રમતા ૭ ઝડપાયા

જયેશ જંજવાડીયા, સંજય જંજવાડીયા, અમરશી ડેડાણીયા, મહેશ કુકાવા, સંજય જંજવાડીયા, સુરેશ ચારોલા અને અમરશી જંજવાડીયાની ધરપકડ

રાજકોટ તા ૨૦  : કુવાડવાના પીપળીયા ગામથી ખીજડીયા જવાના રસ્તે નદીના પટ્ટમાં કુવાડવા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત હખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કકિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવીમોહન સૈની તથા એસીપી એસ.આર. ટંડેલની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ.આર.પરમાર, પી.એસ.આઇ. આર.એલ. ખટાણા, હેડ કોન્સ. બી.ડી. ભરવાડ, જે.એન. ખટાણા, મનીષભાઇ ચાવડા, નિલેશભાઇ વાવેચા, દીલીપભાઇ બોરીચા, જેન્તીભાઇ વાવડીયા અને રઘુવીરભાઇ ઇસરાણી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. જગમાલભાઇ તથા નિલેશભાઇને મળેલી બાતમીના આધારે પીપળીયા જવાના રસ્તે નદી કાંઠે દરોડો પાડી જુગાર રમતા પીપળીયા ગામના જયેશ  અનશોકભાઇ જંજવાડીયા (ઉ.વ.૧૯), સંજય અશોકભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૧), અમરશી રામજીભાઇ ડેડાણીયા (ઉ.વ.૪૦), મહેશ હરીભાઇ કુકાવા (ઉ.વ.૨૫),સંજયભાઇ દેવજીભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૪), સુરેશ રણછોડભાઇ ચારોલા (ઉ.વ.૩૦), અને અમરશી મધુભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૬) ને પકડી લઇ રૂા ૫૪૫૨ ની રોકડ સહીતની મતા કબજે કરી હતી.

દારૂ ઢીંચી વાહન હંકારતા ૩ ઝડપાયા

ભકિતનગર પોલીસે બાપુનગર ચોક પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન દારૂ પી જીને-૩સીએમ ૬૪૦૦ નંબરનુ઼ બાઇક લઇને નિકળેલા અજય નટુભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) (રહે. ભવનાથ સોસાયટી શેરી નં. ૧૩/૬ ને, માલવીયા નગર પોલીસે મવડી રોડ, નવલનગર પાસે આહીર ચોકમાંથી દારૂ પી બાઇક લઇને નીકળેલ લાલો ઇશ્વરદાસ ગોંડલીયા (ઉ.વ.૩૨) (રહે. નવલનગર શેરી નં.૯) અને પ્રદ્યુમનનગર પોલીસે જંકશન નજીકથી દારૂ પી. જીજે-૩એચબી-૬૦૩૨ નંબરનું બાઇક લઇને નીકળેલા મનોજ જયંતીભાઇ સોલંકી (ઉ.વ.૪૦) (રહે. માધાપર ચોકડી, મનહરપુર-ર ને  પકડી લીધો હતો.

(3:43 pm IST)