Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પંચનાથ હોસ્પિટલમાં ફૂલ બોડી ચેકઅપના પેકેજ

રૂ.૮૫૦ થી રૂ. ૩૫૦૦ સુધીના છ પેકેજ જાહેર : નાગરીક બેન્કના સભાસદ હોય તો ૫૦ ટકા કે ૧ હજાર સુધીનું વળતર : દરેક પરીક્ષણોની આધુનિક મશીનથી તપાસ

રાજકોટ, તા. ૨૦ : સચોટ પરિક્ષણો સાથે નજીવા દરે ફુલ -બોડી ચેકઅપ માટે શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા રૂ. ૮૫૦ થી લઇને રૂ. ૩૫૦૦ સુધીના પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યા મુજબ જયારે કોઇપણ દર્દીઓ તથા તેના પરીવારજનો સૌથી સચોટ પરિક્ષણો કરી આપતી લેબોરેટરી તરફ પસંદગી ઉતારવા હોય છે. આવા સંજોગોમાં રાજકોટના સૌથી જુના પ્રાચીન શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા આવા દર્દીઓની  તથા પરીવારજનો સૌથી સચોટ પરિક્ષણો કરી અપાતી લેબોરેટરી તરડફ પંસદગી ઉતારવા હોય છે. આવા સંજોગમાં રાજકોટના સૌથી જુના પ્રાચીન શ્રી પંચનાથ મહાદેવ મંદિરના પરીસરામાં આવેલ શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા આવા દર્દીઓ તથા તેમના પરિવારજનોની વેદના કે સંવેદના વાચા આપવા માટે તેના સંચાલિત લેબોરેટરી દ્વારા ડોકટરે સુચવેલા પરીક્ષણો અત્યંત નજીવા દરે કરી આપવામાં આવે છે.

હોસ્પીટલ દ્વારા હોલ બોડી ચેકઅપ માટે વિવિધ પ્રકારના ૬ પેકેજ નકકી કરવામાં આવે છે. સંજોગો અનુસાર ડોકટરો દ્વારા સુચવેલા પરિક્ષણો અથવા તો દર્દીએ સ્વયં નકકી કરેલુ પેકેજમાં રૂ.૮૫૦, રૂ.૧૧૫૦, રૂ.૧૬૫૦, રૂ.૨૧૫૦, રૂ.૨૬૫૦ અને રૂ.૩૫૦૦નો સમાવેશ થાય છે.

જેમાં સી.બી.સી. (જેમા હિમોગ્લોબીન, પ્લેટલેટ કાઉન્ટ, શ્વેતકણ અને રકતકણ) ઇ.એસ.આર. (ઇન્ફેકશનની તપાસ), એફ.બી.એસ., પી.પી.આર.એસ. (બંને ટાઇમની સુગરની તપાસ) આર.એફ.ટી. (કીડનીની તપાસ જેમા યુરીયા, ક્રેએટીનાઇન, યુરીક એસીડ), લીપીડ પ્રોફાઇલ(કોલેસ્ટ્રોલની તપાસ), એલ.એફ.ટી. (લીવરની તપાસ જેમાં બીલીરૂબીન, એસ.જી.પી.ટી., એસ.જી.ઓ.ટી., ટોટલ પ્રોટીન, આલ્બુમીન, ફોસ્ફેટ), યુરીનની તપાસ, થાઇરોઇડની તપાસ (ટી૩, ટી૪,ટીએસએચ), કેલ્શીયમ અને ફિઝીશ્યન કન્સલ્ટેશન (ફિઝીશ્યનને બતાવવાનો ચાર્જ) સહિતના તમામ રિપોર્ટ રૂ.૮૫૦ માં કાઢી આપવામાં આવે છે. આ પેકેજને ''બેઝીક હોલ બોડી પેકેજ''નામ આપવામાં આવ્યુ છે.

આવી જ રીતે '' સિલ્વર હોલબોડી પેકેજ''માં દર્દી રૂ.૮૫૦ માં થતા દરેક ટેસ્ટ ઉપરાંત  ઇ.સી.જી. છાતીનો એકસ-રે, આંખની તપાસ, ફિઝીશ્યન કન્સલ્ટેશન સહિતના રીપોર્ટ રૂ.૧૧૫૦ માં થઇ શકે છે.

ત્રીજુ પેકેજ ''ગોલ્ડ હોલબોડી પેકેજ'' નકકી કરવામાં આવ્યુ છે જેમાં દર્દી રૂ.૧૧૫૦ થતા દરેક ટેસ્ટ ઉપરાંત ૨-ડી ઇકો (કાડિર્યોગ્રામ) અને ફિઝીશ્યન કન્સલટેશન સહિતના રિપોર્ટ રૂ.૨૧૫૦ માં કાઢી આપવામાં આવે છે.

ચોથુ પેકેજ ''ડાયમંડ હોલ પેકેજ'' રાખવામાં આવ્યુ છે. જેમાં ૧૧૫૦ રૂ. માં થતા દરેક ટેસ્ટ ઉપરાંત એચ.બી.એ.વન સી. (છેલ્લા ત્રણ મહિનાનુ સરેરાશ ડાયાબીટીઝ), વીટામીન બી-૧૨, વીટામીન ડી-૩, પેટની સોનોગ્રાફી અને ફિઝીશ્યન કન્સલ્ટેશન સહિતના રિપોર્ટ રૂ.૨૧૫૦ માં કાઢી આપવામાં આવે છે.

પાંચમુ પેકેજ ''પ્લેટીનમ હોલ બોડીપેકેજ'' છે. જેમાં દર્દી રૂ.૨૧૫૦ માં તથા દરેક રીપોર્ટ ઉપરાંત ૨-ઇકો (કાડિર્યોગ્રામ) અને ફિઝિશ્યન કન્સલટેશનનો રૂ.૨૬૫૦ માં મેળવી શકાય છે.

તેમજ છઠુ ''પ્લેટીનમ કેર હોલ બોડી પેકેજ''માં રૂ.૨૬૫૦ મા થતા પશ્રિક્ષણો ઉપરાંત ટ્રેડમીલ ટેસ્ટ (ટીએમટી) પરીક્ષણ રૂ. ૩૫૦૦ માં કરી આપવામાં આવે છે.

જો પરિક્ષપ કરાવનાર રાજકોટ નાગરીક સહકારી બેંકના સભાસદ હોય તો હોસ્પીટલમાં થતા દરેક પરિક્ષણોમાં ૫૦% અથવા તો નાણાકીય વર્ષ દરમ્યાન (એપ્રિલ થી માર્ચ) વધુમાં વધુ રૂ.૧,૦૦૦/ સુધીનું વળતર આપવામાં આવે છે. દરેક પરિક્ષણો ઓટોમેટીક અને આધુનીક મશીનરી દ્વારા કરવામાં આવે છે. આ પરિક્ષણોમાં કયાં ખામી કે કચાશ ન રહી જાય તે માટે નિષ્ણાંત ડોકટર દ્વારા તેની તપાસ કરવામાં આવે છે.

ડો. લક્ષ્મણભાઈ ચાવડા ડો. વિનોદભાઈ પંડ્યા, ડો. રવિરાજ ગુજરાતી તથા ડો. લલીતભાઈ ત્રિવેદી દ્વારા સતત માર્ગદર્શન મળતુ રહે છે.

શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ ઉપપ્રમુખશ્રી વસંતભાઈ જશાણી, માનદમંત્રીશ્રી તનસુખભાઈ ઓઝા, ખજાનચીશ્રી મનુભાઈ ગોહેલ, ટ્રસ્ટીશ્રીઓ શ્રી નિતિનભાઈ મણીયાર, શ્રી મિતેષભાઈ વ્યાસ, શ્રી નારણભાઈ લાલકીયા, શ્રી ડી.વી. મહેતા, શ્રી મયુરભાઈ શાહ, શ્રી મનુભાઈ પટેલ સેવા આપી રહ્યા છે.

આ અંગેની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે સતત કાર્યરત એવા શ્રી પંકજભાઈ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮) તેમજ ધ્રુતીબેન ધડુક (હોસ્પીટલ પર) નો અથવા ૦૨૮૧-૨૨૨૩૨૪૯, ૦૨૮૧-૨૨૩૧૨૧૫ પર સંપક કરવા હોસ્પિટલના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:42 pm IST)