Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કોંગ્રેસના અંકુર માવાણીના જન્મદિનની સેવામય ઉજવણી

 શહેર કોંગ્રેસના મહામંત્રી સોશ્યલ મીડીયા ડીપાર્ટમેન્ટના શહેરના ચેરમેન, વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા અને બી-ટેક સીવીલની ઉચ્ચ ડીગ્રી સાથે બાંધકામ કોન્ટ્રાકટના વ્યવસાય સાથે જોડાયેલા યુવાન સેવાકાર્યો સાથે ઉજવાયો છે. ઝૂપડ પટ્ટીમાં જઇ ત્યાંના બાળકોની હાજરીમાં કેક કાપી, બાળકોને મિઠાઇ વહેંચીને ઉજવ્યો હતો. આ પ્રકારની ઉજવણીમાં વોર્ડ નં. ૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, વોર્ડના મહામંત્રી નીલેશભાઇ વિરાણી, ધવલભાઇ પટેલ, કિશનભાઇ પરસાણીયા, જીત વાઘેલા, પ્રતિક પટેલ, પાર્થ કાકડીયા, રોયલ ભાલોડીયા, વિશ્વાસ ટીલાળા, દ્રષ્ટીબેન માવાણી, અંજલીબેન ડોબરીયા, દિપકભાઇ લુણાગરીયા, જસ્મીનભાઇ કોરડીયા, જલ્પેશભાઇ કલોલા વગેરેએ ઉપસ્થિત રહી અંકુરભાઇને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

(3:41 pm IST)