Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સ્વામીનારાયણ ગુરૂકુળના નીલ અને કાવ્યનો પ્રોજેકટ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં

રાજકોટઃ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST), કોન્ફીડેરેશન ઇન્ડીયન ઇન્ડસ્ટ્રીસ (CII), અને Intel indiaના સયુંકત ઉપક્રમે સમગ્ર ભારતમાં રહેલા નવીનતમ વૈજ્ઞાનિકો વિચારો ધરાવતા બાળ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય સ્તરે એકત્રીત કરવા માટે IRIS (ઇનિસિએટીવ ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશન સાયન્સ)  નેશનલ ફેરનું આયોજન દર વર્ષે થતું રહે છે. જેમાં સમગ્ર ભારતની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો ઓનલાઇન અરજી દ્વારા ભાગ લઇ શકે છે. આ વર્ષે પણ IRIS નેશનલ ફેર માટે સમગ્ર ભારતમાંથી લગભગ દશક હજાર અરજીઓ આવેલ હતી જેમાંથી નવીનતમ અને માનવ ઉપયોગી એવા સર્વશ્રેષ્ઠ એકસો (૧૦૦) જેટલા શ્રેષ્ઠત્તમ સંશોધનોને રાષ્ટ્રીય સ્તરે રજુઆત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જે પૈકી સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ સંશોધનો પસંદગી પામ્યા છે. આ પૈકીનું એક સંશોધન રાજકોટ શહેરની ગ્રાન્ટેડ માધ્યમિક શાળા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના બે બાળ વૈજ્ઞાનિક 'રામોલિયા નીલ' અને 'માલવિયા કાવ્ય'નો સંશોધન પ્રોજેકટ (કોટન કેપ્ચર કેબીન) પસંદગી પામ્યા છે. આગામી ૨૨ થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ દરમ્યાન બેંગ્લોર મુકામે IRIS નેશનલ ફેર ૨૦૧૯-૨૦૨૦ યોજાયા છે. આ ફેરમાં રાષ્ટ્રીય કક્ષાની સંશોધન સંસ્થાના તજજ્ઞ વૈજ્ઞાનિકો તેમજ યુનિર્વસીટીના પ્રોફેસરો દ્વારા સમગ્ર પ્રોજેકટનું એનાલીસીસ કરવામાં આવશે અને સર્વેત્ત્મ ટોપ ૧૫ પ્રોજેકટને અમેરિકામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા ISEF (ઇન્ટરનેશનલ સાયન્સ  એન્ડ ઇજિંન્યરીંગ ફેર) માં ભારતનું પ્રતિનિધત્વ કરવા પસંદ કરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના બાળ વૈજ્ઞાનિકો 'નીલ' અને 'કાવ્ય'એ રૂ પિંજવાના મશિન સાથે સંકળાયેલ કારીગરોએ અનુભવવી પડતી મૂશ્કેલીઓ તેમજ તેને થતી શ્વાસની બિમારીઓ અને અને હાથમાં થતી ઇજાઓ નિવારવા માટે મોડીફાઇડ કોટન કેપ્ચરીંગ કેબીન તૈયાર કરેલ છે. આ પ્રકારના મશીનથી રૂ પિંજતી વખતે રૂના તાતણા કે ડસ્ટ કે નાના રજકણો હવામાં ઉડી શકશે નહીં. તેમજ રૂ પિંજનારાઓને હાથમાં થતી નાની-મોટી ઇજાઓથી બચાવી શકશે. તેમજ રૂ પિંજનારાઓને થતી વિવિધ શ્વાસની બિમારીઓ જેવી કે બ્રોમકાઇટીસ, લંગકેન્સર વગેરેથી બચાવી શકશે. તેમજ રૂ.પિંજવાના આગ્રહ ઉદ્યોગને પણ વધુ સરળ બનાવી શકશે અને પ્રોત્સાહન પુરૂ પાડી શકશે. જેથી આ ઉદ્યોગ વધુ વિકાસ પામી શકશે. 'નીલ' અને 'કાવ્ય' તેમજ માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષક એચ.પી.ભૂંડિયાએ તૈયાર કરેલ આ નવીનતમ સંશોધન સમગ્ર સમાજ માટે ઉપયોગી બની રહે તેમજ આ સંશોધન તેમને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતી અપાવે તે માટે સમગ્ર ગુરૂકુલ પરીવારના મહંત સ્વામી પરમ પૂજ્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય જનમંગલદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણજીવન સ્વામી, આચાર્ય શ્રી કે.જી.દવે સર અને સમગ્ર ગુરૂકુલ પરિવાર શુભ આશિષ સાથે શુભેચ્છા પાઠવેલ છે.

(3:40 pm IST)