Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

બેભાન હાલતમાં બે પ્રોૈઢ એક યુવાનના મોત

ગણેશ પાર્કના મુળજીભાઇ રાઠોડ, આશાપુરાનગરના અશોકભાઇ રાઠોડ અને મયુરનગરના રમેશભાઇ સાપરાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૦: બેભાન હાલતમાં બે પ્રોૈઢ અને એક યુવાને સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

કોઠારીયા સોલવન્ટ ગણેશ પાર્ક-૨માં રહેતાં મુળજીભાઇ નરશીભાઇ માણસુરીયા (ઉ.વ.૫૧) સાંજે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના એમ. બી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ હુડકો  કવાર્ટર પાસે આશાપુરાનગર-૨માં રહેતાં અશોકભાઇ શામજીભાઇ રાઠોડ (ઉ.૫૦) રાત્રીના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ જાણ કરતાં ભકિતનગરના હેડકોન્સ. રસિકભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ભાવનગર રોડ રાજમોતી મીલ પાછળ મયુરનગર-૧માં રહેતાં રમેશભાઇ દેવશીભાઇ સાપરા (કોળી) (ઉ.વ.૪૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલાએ જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને અપરિણીત હતાં. મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવોથી મૃતકોના સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(12:00 pm IST)