Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પ્રિયદર્શની સોસાયટી અને માલવીયાનગરમાં બે વૃધ્ધાના ચેઇનની ઝોંટ

રાજકોટ, તા., ૨૦: મવડી પ્લોટ પ્રિયદર્શની સોસાયટીમાં અને ગુરૂકુળ પાસે માલવીયાનગરમાં બે વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી ચીલઝડપકારો સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. મળતી વિગત મુજબ મવડી પ્લોટ પાસે પ્રિયદર્શની સોસાયટી શેરી નં. ૬ માં રહેતા વૃધ્ધા પોતાના ઘર પાસે હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સે વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી નાશી ગયો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ જાણ થતા તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી.વી.ખાંભલા સહીતે સ્થળ પર પહોંચી વૃધ્ધાની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. જયારે બીજા બનાવમા઼ ગુરૂકુળ પાસે શીવનગરમાં રહેતા વૃધ્ધા બપોરે ચાલીને જતા હતા ત્યારે માલવીયાનગર શેરી નં. ૪ માં પહોંચતા બાઇક પર આવેલા શખ્સે વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી બેથી અઢી તોલાનો સોનાનો ચેઇન ઝુંટવી નાસી ગયો હતો. બનાવ બનતા વૃધ્ધાએ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ મલેક તથા રાઇટર અરૂણભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી.(૪.૧૮)

(4:13 pm IST)