Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રેસકોર્સ પાસે શકિતનગરમાં રસ્તા પર જોખમી ખાડો બુરવા ઇજનેરોને દોડાવાયા

પુષ્કર પટેલ-કમલેશ મીરાણીએ અધિકારીઓનો ઉઘડો લીધો

રાજકોટ : રેસકોર્ષ પાસે આવેલ શકિતનગરની શેરીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભુગર્ભ ગટર માટે રસ્તા પર ઉંડો ખાડો ખોદી  કામ અટકાવી દેવાતા અને ભયજનક ખાડાનું સાઇન બોર્ડ પણ રાખ્યુ નહી હોવાની ઘોર બેદરકારી સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ અને શહેર ભાજપ પ્રમુખની નજરે ચડતાં આજે સ્ટેન્ડીંગ કમીટીમાં આ બન્નેએ જવાબદાર અધિકારીને કડક શબ્દમાં તાકીદ કરી સ્થળ પર દોડાવ્યા હતાં. (પ-ર૬)

(4:10 pm IST)