Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા દ્વારા કાલે ચુંટણીલક્ષી ટ્રેનીંગ અને ઝોન મીટીંગ

સંગઠનનાં બહેનો, મહીલા કોર્પોરેટરો અને ચુંટણી લડવા ઇચ્છુક મહિલા આગેવાનોને હાજર રહેવા શહેર પ્રમુખ મનીષાબાનો અનુરોધ

રાજકોટ,તા. ૧૯: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલાની સૂચના અનુસાર આગામી મહાનગરપાલિકા,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંર્તગત તા-૨૦/૧૨/૨૦ને રવિવારે સૌરાષ્ટ્ર/ કચ્છ ઝોન ની મિટિંગ અને ટ્રેનિંગનું આયોજન કરેલ છે.

આ મિટિંગ માં AICC ના મહામંત્રી અને ગુજરાતમહિલા કોંગ્રેસ પ્રભારી શોભનાબેન.શાહ.,AICCના મંત્રી અને મહારાષ્ટ્ર નાં પ્રભારી સોનલબેન પટેલ,AICCના નેશનલ કોઓર્ડિનેટ્ર, લીગલ સેલ ઇન્ચાર્જ સૌરાષ્ટ્ર નાં પ્રભારી સુશીબેન શાહ, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, મહિલા કોંગ્રેસ કોઓડિનેટર વિજ્ઞાત્રિબેન પટેલ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પનાબેન.ખાટરિયા હાજર રહી માર્ગદર્શન આપશે.તથા ટ્રેનિંગ ઇન્ચાર્જ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવકતા ઋત્વિક ભાઈ જોષી અને રાજીવ ગાંધી પંચાયતી રાજ નાં ચેરપસન રજનીકાન્તભાઈ ઉપસ્થિત રહી ટ્રેનિંગ આપશે.

સવારે ૧૦:૩૦ વાગ્યે નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, હેમુ ગઢવી હોલ થી આગળ, વિરાણી હાઈસ્કૂલ સામે, રાજકોટ ખાતે આ મીટીંગ યોજાશે.

તેમ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાની યાદીમાં જણાવાયું વે.

( આ મિટિંગ કમ ટ્રેનિંગ પ્રોગ્રામ માં મહિલા સંગઠન નાં તમામ બહેનો, મહિલા કોર્પોરેટરો,ગત ચૂંટણી લડેલા જિતેલા - હારેલા બહેનો અને આગામી ચૂંટણી લડવા ઈચ્છુક બહેનો, વિધાનસભા પ્રભારી બહેનો અને વોર્ડ પ્રમુખ બહેનો એ સમય સર હાજર રહેવું)

(3:19 pm IST)