Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

મૃત વ્યકિતના નામે ખોટા દસ્તાવેજો ઉભા કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૧૯: રાજકોટ તા.૧૧, રાજકોટના મહે.સેશન્શ જજ કોટડાસાંગાણીના વતની રજાકભાઇ હાસમભાઇ ખત્રી, મરણજનાર ખલીદ હાસમ ખત્રીના નામના ખોટા દસ્તાવેજો ઉભા કરવા બદલ એ-ડીવીઝન પોલીસમાં ગુન્હો દાખલ થયેલ જેમાં નીચેની કોર્ટમાં જામીન અરજી રદ થતા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જામીન ઉપર છોડવાનો હુકમ સેશન્સ કોર્ટે કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે રાજકોટમાં હજુર પેલેસ રોડ, પ્રહલાદ પ્લોટ શેરી નં.૧૧ના કાટખૂણે પહેલા માળે આવેલી દુકાન જેના માલીક રજાક હાસમ ખત્રી તથા ખલીદભાઇ હાસમભાઇ ખત્રી તથા અયાજ અમીનભાઇના નામે આવેલ છે. જેમાં ખાલીદ હાસમભાઇ ખત્રી અવસાન પામેલ અને આ રજાકભાઇએ સદરહુ દુકાન ઉપર બે લાખ વીસ હજાર રૂ.૨,૨૦,૦૦૦-૦૦ હાથ ઉછીના અલ્પેશ મયુરભાઇ સેહરાવાલા પાસેથી લીધેલા તેને બદલ આ દુકાનના દસ્તાવેજો તેઓને સોપેલ અને ખલીદ ખત્રી ગુજરી ગયેલ હોય તેમના નામે પાવર ઓફ એટર્ની નોટરી કરાવેલ જેની જાણ મયુરભાઇ સહેરાવાલાને થતા તેમણે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૪ ,૪૬૫, ૪૬૬,૪૬૭,૪૭૧ ,૧૧૪ મુજબની એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થતા રજાકભાઇ ખત્રીને અટક કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જામીન અરજી રદ કરી જેલ હવાલે કરેલ.

આ કામે રજાકભાઇ ખત્રીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ અને તેમના વકીલ ડી.આર.જાડેજાએ એવી રજુઆત કરેલ કે ખલીદ ખત્રીના નામે ઉભા કરેલ દસ્તાવેજ દુકાન વેંચવા માટે કરેલ નથી. પરંતુ ઉછીની રકમ ૨,૨૦,૦૦૦-૦૦ની સીકયુરીટી પેટે દસ્તાવેજો આપેલ હોય રજાકભાઇ સામે પ્રથમ દર્શનીય રીતે કેસ નથી. રાજકોટના સેસન્સ જજ શ્રી પવાર આ દલીલને ધ્યાને લઇ રજાકભાઇ ખત્રીને બે જામીન આપવાની શરતે જામીન ઉપર મુકત કરેલ છે રજાકભાઇ ખત્રીના એડવોકેટ તરીકે ધર્મિષ્ઠાબા આર.જાડેજા રોકાયેલ હતા.

(3:57 pm IST)