Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

બાર.એસો.ની ચુંટણીમાં ''સમરસ'' પેનલને સીનીયર- જુનિયર વકીલોનું પ્રચંડ સમર્થન

આવતિકાલે મેંગણી હાઉસખાતે વકીલોનું સ્નેહમિલન યોજાશેઃ સીનીયર- જુનિયર વકીલો અને વિવિધ વકીલ સંગઠનો દ્વારા પેનલને ચુંટી કાઢવા ટેકોઃ પ્રમુખ સંજયભાઈ વોરાની આગેવાની હેઠળ ''સમરસ''પેનલ દ્વારા પ્રચારનો ધમધમાટ

રાજકોટઃ બાર અસો.ની આગામી ૨૧ ડીસેમ્બરે યોજાનાર ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર સમરસ પેનલના ઉમેદવારો આજે  '' અકિલા''ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અને '' અકિલા''ના મોભી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ મેળવેલ હતા. પ્રસ્તૃત તસ્વીરોમાં બાર કાઉ. ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઇ પટેલ, પ્રમુખપદના ઉમેદવાર સંજયભાઇ વોરા, રાજેશભાઇ મહેતા, પરેશભાઇ મારૂ, અમિતભાઇ ભગત, નિલેષભાઇ પટેલ, જયેન્દ્રસિંહ રાણા તથા કારોબારીપદના ઉમેદવારો સાથે '' અકિલા''ના મોભી કિરીટભાઇ ગણાત્રા તથા પત્રકાર નયનભાઇ વ્યાસ સાથે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૯: રાજકોટ બાર એસો.ની આગામી તા.૨૧મીએ યોજાનાર ચુંટણીમાં સમરસ પેનલના હોદ્દેદારો અને કારોબારીના ઉમેદવારને વિવિધ વકીલ મંડળોનું મોટી સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે.

સમગ્ર પેનલ વતી સીનીયર જુનિયર તમામ પ્રકારના વકીલો દ્વારા પેનલના ઉમેદવારોને ચુંટી કાઢવા અપીલ કરાઈ છે. સમરસ પેનલના હોદ્દેદારો- કારોબારી સભ્યો આજે ''અકિલા''ની શુભેચ્છા મુલાકાતે આવેલા અને તેઓનો ટુંકો પરિચય આપ્યો હતો.

પ્રમુખ પદના ઉમેદવાર સંજયભાઈ વોરા

બાર એસો.ની ચુંટણીમાં એડવોકેટ સંજયભાઈ વોરાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ હાલમાં જીલ્લા સરકારી વકીલ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેઓએ ૨૫થી વધુ સજા આરોપીઓને કરાવી છે. તેમની કાર્ય કુસળતાને ધ્યાને લઈને તાજેતરમાં ગુજરાત સરકારે તેઓને એક વર્ષેનું  એકસ્ટેન્સન આપેલ છે. તેઓ તે ''ઓશો'' સાથે પણ સંકળાયેલ છે. સરળ મિલનસાર સ્વાભાવના કારણે વકીલોમાં ખુબજ લોકપ્રિય છે.

ગઈકાલે સમરસ પેનલના સમર્થનમાં ભાજીયા પાર્ટી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

દરમ્યાન આવતીકાલે મેંગણી હાઉસ ખાતે સાંજે ૭ વાગે સીનીયર વકીલો દ્વારા સમરસ પેનલના સમર્થનમાં વકીલોનું સ્નેહમિલન અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટના વિવિધ વકીલ મંડળો અને તમામ સીનીયર જુનિયર વકીલો દ્વારા સમરસ પેનલને ટેકો મળી રહ્યો છે.

ઉપ પ્રમુખ પદના ઉમેદવાર રાજેશભાઈ મહેતા

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહમ સમાજ તથા સમસ્ત બ્રહમ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સેવાકીય કામગીરી કરી રહ્યા છે. રાજકોટના જાણીતા વકિલ સ્વ.મધુસુદન સોનપાલની જુનીયરશીપથી વકિલાતની શરૂઆત કરી છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ, ફોજદારી તથા કલેઈમ ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. તેઓ રાજકોટ ખાતે મીડીએશન સેન્ટરમાં સેવા બજાવી રહેલ છે. તેમાં વધુમાં વધુ કેસોમાં સમાધાન પક્ષકારો વચ્ચે કરાવી પક્ષકારોને ઝડપી ન્યાય આપાવેલ છે. કલેઈમ બાર એસોસીએશનમાં અગાઉ પાંચ વખત પ્રમુખ તરીકે ફરજ બજાવેલ છે. રાજકોટ બાર એસોસીએશનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે અગાઉ ફરજ બજાવેલ છે. સમરસ પેનલમાંથી ઉપપ્રમુખની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓનો ક્રમ નં.૨ છે.

સેક્રેટરી પદના ઉમેદવાર પરેશભાઈ મારૂ 

રાજકોટ બાર એસોશીએશનની ચુંટણીમાં સેક્રેટરી પદના ઉમેદવાર પરેશ મારૂએ પોતાની વકીલાતની શરૂઆત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સુપ્રસિધ્ધ તથા હાલ લો- કમીશન ઓફ ઈન્ડિયાના સદસ્ય શ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે કરીને છેલ્લા ૧૯ વર્ષથી વકીલાતમાં જોડાયેલા છે તેઓની ખાસ કરીને સીવીલ, રેવન્યુ, ચેરીટી ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યાં છે.

આ અગાઉ પણ તેઓએ રાજકોટ બાર એસોશીએશનની ચુંટણીમાં ટ્રેઝરર તથા કારોબારી સભ્ય તરીકેની સેવા આપેલ છે. તેઓ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કાનૂની સલાહકાર તરીકેની સેવા આપે છે. સ્વ.શૈલેષ પરસોંડા મેમોરીયલ ટી/૨૦ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન સૌ એડવોકેટ મિત્રોને સાથે લઈ છેલ્લાં ૧૧ વર્ષથી કરી રહ્યાં છે.

જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર નિલેશ જી.પટેલ

રાજકોટ શહેરમાં સહકારીક્ષેત્રના સીનીયર ધારાશાસ્ત્રી જે.ટી.ફડદુ સાથે જુનિયર તરીકે વકીલાતની શરૂઆત કરેલ. આશરે છેલ્લા ૧૭ વર્ષથી સ્વતંત્ર રીતે રેવન્યુ, સીવિલ અને નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટના ફોજદારી કેસોની પ્રેકટીસ કરી રહેલ છે. ઘણી સહકારી બેંકો તથા મંડળીઓમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ છે.

ક્રિમીનલ કાયદાના એડવોકેટ દિપકભાઈ ત્રિવેદી સાથે પણ જુનિયર એડવોકેટ તરીકે તેમનું માર્ગદર્શન મેળવી ફોજદારી પ્રેકટીસ કરી રહેલ છે. રાજકોટ બાર એસોસીએશનમાં અગાઉ કારોબારી સભ્ય તરીકે રહી ચુકેલ છે અને હાલની ચુંટણીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.

લાયબ્રેરી પદના ઉમેદવાર જયેન્દ્રસિંહ રાણા

 તેઓ સૌરાષ્ટ્રના જાણીતા વકિલ, આર.એસ.એસ. તથા બ્રહમ સમાજના આગેવાન ચીમનભાઈ શુકલની ઓફીસમાં જુનીયર તરીકે વકિલાતની શરૂઆત કરી છેલ્લા ૨૫ વર્ષથી વકિલાત કરે છે. રાજકોટ બાર એસોસીએશનમાં બે વખત જોઈન્ટ સેક્રેટરી તરીકે અગાઉ જંગી બહુમતીથી ચુંટાયેલા તેમજ રાજકોટ ક્રિમિનલ બાર એસોસીએશનનાં ૧૧ વખત પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુકેલ છે. છેલ્લા ૨૫ વર્ષથી રેવન્યુ, સિવીલ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી  રહ્યા છે. ભાજપના સક્રિય કાર્યકર તથા રાજકોટ ભાજપ લીગલ સેલના સદસ્ય તરીકે  ફરજ બજાવે છે. તેઓ સમરસ પેનલમાંથી લાયબ્રેરી સેક્રેટરીની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓનો ક્રમ નં.૨ છે.

 કારોબારી પદના ઉમેદવાર

જીતેન્દ્ર પારેખઃ-  કારોબારી ઉમેદવાર જીતેન્દ્ર એચ.પારેખ એડવોકેટ તરીકે છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત છે. વિશ્વ હીન્દુ પરિષદ બજરંગદળમાં સ્વયંસેવક તથા કાર્યકર તરીકે સેવા આપેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સામાજીક કાર્યોમાં પણ  સરકાર આપે છે. ભાજપ લિગલ સેલમાં છેલ્લા ઘણા વર્ષોથી કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહેલ છે. જુનીયર એડવોકેટ એસોસીએશનમાં વર્ષોથી સલાહકાર તરીકે સેવા આપે છે.

વકીલાતની શરૂઆતમાં પંકજ આર દેસાઈશ્રી સાથે અભ્યાસની સાથોસાથ શરૂઆત કરેલી, લેબરલેઝ, કન્ઝુમર લો માટે મિહિર એન. દવે સાથે શરૂઆત ના ૩ વર્ષ જુનીયરશિપ કરેલી અને હાલમાં છેલ્લા ૧૪ વર્ષથી આર.ડી.ઝાલા એડવોકેટ સાથે રેવન્યુ પ્રેકટીસ કરે છે અને આ અગાઉ પણ કારોબારી સભ્ય તરીકે રાજકોટ બારમાં સેવા આપેલી છે.

સુમિતકુમાર ધીરજલાલ વોરાઃ- રાજકોટની કોર્ટમાં ૮ વર્ષથી સીવીલ, ક્રિમીનલ તથા રેવન્યુ ક્ષેત્રે વકીલાતનો વ્યવસાય કરે છે અને ટુંકાગાળામાં સારી નામના મેળવેલ છે અને તેઓ સીનીયર એડવોકેટશ્રી અભયભાઈ ભારદ્વાજ, જયદેવભાઈ શુકલ તથા દિલીપભાઈ પટેલ સાથે પ્રેકટીશ કરી રહ્યા છે. તેઓ અગાઉ પણ રાજકોટ બાર એશોસીયેશનમાં કારોબારી સભ્ય તરીકે પ્રથમ ક્રમે વિજેતા થયેલા આર.બી.એ.માં કારોબારી તરીકે પ્રશંસનીય કામગીરી કરેલ છે. રાજકોટ બાર એશો.ના વકીલોના હિતમાં વેલ્ફેર ફંડ કમીટીમાં સેવા આપી રહ્યા છે. ચુંટણીમાં તેઓના ક્રમ નં.-૨૧ છે.

સંદિપભાઈ રમેશભાઈ જોષીઃ- રાજકોટ શહેરમાં બે વર્ષથી વકીલાત કરી રહ્યા છે અને તેઓ રાજકોટના સીનીયર સીવીલ એડવોકેટ કેતન વી.જેઠવા સાથે છેલ્લા ૫ વર્ષથી પ્રેકટીશ કરી રહ્યા છે અને તેઓ સીવીલ, રેવન્યુ, ફોજદારી તથા ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે પ્રેકટીશ કરી સારી નામના મેળવેલ છે. રાજકોટની ફ્રેન્ડસ ઈલેવન ક્રિકેટ ટીમના મેમ્બર છે. ચુંટણીમાં તેઓનો ક્રમ નં.૯ છે.

રીતેષભાઈ ધીરૂભાઈ ટોપીયાઃ- રાજકોટ શહેરમાં ૫ વર્ષથી વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે. તેઓ સૌ પ્રથમ એડવોકેટ સંદિપભાઈ વેકરીયા ત્યારબાદ એડવોકટ પ્રશાંત પી.લાઠીગ્રા સાથે ૪ વર્ષ પ્રેકટીશ કરી રેવન્યુ તથા સવીલ ક્ષેત્રે નામના મેળવેલ છે અને ત્યારબાદ ફોજદારી ક્ષેત્રે એડવોકેટ અલ્પેશ વી.પોકીયા સાથે તાજેતરમાં પ્રેકટીશ કરી રહ્યા છે અને તેઓ જુદી જુદી સમિતીઓમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે તેમના તાજેતરની ચુંટણીમાં તેઓના ક્રમ નં.૧૯ છે.

સેફાતરા બાલાભાઈઃ- રાજકોટના બ્રહમ સમાજના અગ્રણી અને જાણીતા વકિલ મહેશભાઈ ત્રિવેદીની જુનીયરશીપથી વકિલાતની શરૂઆત કરી છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. તેઓ લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશનના કારોબારી સદસ્ય છે. રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં.૧ના ઉપપ્રમુખ છે. તેઓ સમરસ પેનલમાંથી કારોબારી સદસ્યની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓનો ક્રમ નંા.૧૮ છે.

દોંગા પંકજભાઈ :- તેઓ જાણીતા વકિલ એલ.જે. રાઠોડ તથા અતુલભાઈ પટેલની જુનીયરશીપથી વકિલાતની શરૂઆત કરી છેલ્લા દસ વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. તેઓ રાજકોટ જય સરદાર શરાફી મંડળીના ચેરમેન છે. ભાજપના સક્રિય કાર્યકર છે. તેઓ સમરસ પેનલમાંથી કારોબારી સદસ્યની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓનો ક્રમ નં.૬ છે.

આચાર્ય મનિષભાઈઃ- રાજકોટ બ્રહમ સમાજનામ અગ્રણી છે. હળવદ બ્રહમ સમાજ રાજકોટમાં સેક્રેટરી તરીકે પાંચ વર્ષ ફરજ બજાવેલ છે. રાજકોટ મહાનગર વાલી મંડળમાં ખજાનચી તરીકે સેવા બજાવે છે. રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સદસ્ય તરીકે અગાઉ પાંચ વખત જંગી બહુમતીથી ચુંટાયેલા અને રાજકોટ જેલ કમિટીમાં બે વર્ષ સુધી ફરજ બજાવેલ છે. છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. ભાજપ પાર્ટી લીગલ સેલના કારોબારી સદસ્ય છે. સમરસ પેનલમાંથી કારોબારી સદસ્યની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓનો ક્રમ નં.૧ છે.

પંડયા સંજયભાઈઃ- રાજકોટના જાણીતા વકિલ જે.એમ. શાહ તથા કમલભાઈ સોનપાલની જુનીયરશીપથી વકિલાતની શરૂઆત કરી છેલ્લા ચૌદ વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં અગાઉ કારોબારી સદસ્ય તરીકે જંગી બહુમતીથી ચુંટાઈ જેલ કમિટીમાં રહી સેવા બજાવેલ છે. કારોબારી સદસ્યની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓનો ક્રમ નં.૧૪ છે.

જોષી નિશાંતભાઈઃ- સૌરાષ્ટ્રના જાણીતા વકિલ લલીતસિંહ શાહી સાથે વકિલાતની શરૂઆત કરી છેલ્લા ૭ વર્ષથી તેઓની સાથે વકિલાત કરે છે. રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સદસ્ય તરીકે અગાઉ બે વખત જંગી બહુમતીથી ચુંટાયેલા અને હાલ રાજકોટ બાર એસોસીએશનનાં કારોબારી સદસ્ય તરીકે ફરજ બજાવી રહેલ છે. છેલ્લા ૭ વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. ભાજપ લીગલ સેલના સદસ્ય છેછ સમરસ પેનલમાંથી કારોબારી સદસ્યની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓનો ક્રમ નં.૮ છે.

ચાવડા રાજેશભાઈ :- રાજકોટના જાણીતા બેરિસ્ટર મુગટલાલ વોરા, રાજેશ વોરા, સી.એચ.ભીમાણી, પી.જી.ઓઝા, આસુતોષ જોષી તથા મહેશભાઈ ત્રિવેદીની જુનીયરશીપથી વકિલાતની શરૂઆત કરી છેલ્લા આઠ વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ, સિવીલ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી રહ્યા છે. તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેનલ વકિલ, રાજકોટ ખાતે સેશન્સ કોર્ટમાં રાજય સરકાર દ્વારા આપવામાં આવતી કાનુની સહાય કેન્દ્રમાં વકિલ તરીકે નિમણુંક થતા ફરજ બજાવે છે. સમરસ પેનલમાંથી કારોબારી સદસ્યની સીટ પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને તેઓના ક્રમ નં.૩ છે.

(3:56 pm IST)